EPFO-PF ખાતાધારકો માટે ખુશખબર! આજે ખાતામાં આવી શકે છે 8.5% વ્યાજ

પ્રતિકાત્મક તસવીર

EPFO Interest: જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના મેમ્બર છો તો તમને ફાયદો થઈ શકે છે

  • Share this:
    નવી દિલ્હી : નોકરી કરતા લોકો માટે આજે દિવસ દરમિયાન મોટી ખુશખબરી મળી શકે છે. પીએફ ખાતાધારકો (PF)ના એકાઉન્ટમાં આજે 8.5 ટકા વ્યાજ જમા થઈ શકે છે. જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના મેમ્બર હોવ તો તમારા ખાતામાં પણ આ રકમ જમા થઈ શકે છે. મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજની મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જુલાઈના અંત સુધીમાં આ પૈસા જમા થવાના છે એટલે કે આજે 31મી જુલાઈએ આ પૈસા જમા થઈ શકે છે.

    શ્રમ મંત્રાલયની મંજૂરી બાદ ઈપીએફના ખાતાધારકોના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા કરવામાં આવશે. ગત વખતે વર્ષ 2019-20માં કેવાયસીની વિસંગતતાઓના કારણે અનેક ખાતાધારકોએ લાંબી રાહ જોવી પડી હતી ત્યારે ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજ દર (Interest on PF)ને બદલાવ વગર 8.5 ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ પાછલા સાત વર્ષની સરખામણીએ સૌથી ઓછો વ્યાજદર છે. આના પહેલાં 2012-13માં સરકારે 8.5 ટકા દરથી વ્યાજ આપ્યું હતું.

    એસએમએસ કરી બેલેન્સ ચેક કરી શકો છો.

    જો તમારો UAN નંબર EPFOમાં રજિસ્ટર્ડ હોય તો તમે PF બેલેન્સ મેસેજ દ્વારા જાણી શકો છો. એના માટે તમારે 7738299899 નંબર પર EPFOHO ટાયપ કરી લખવાનું રહેશે. PFની જાણકારી તમને આ મેસેજ પરથી મળશે. જો તમારે આ જાણકારી હિંદીમાં જોઈતી હોય તો EPFOHO UAN લખીને મેસેજ મોકલવાનો રહેશે.

    પીએફ બેલેન્સ જાણવાની આ સેવા અંગ્રેજી, મરાઠી, હિંદી, કન્નડ, તેલગુ, તમિલ, મલયાલમ ઓર બંગાળી ભાષામાં મળી રહી છે. પીએફ બેલેન્સ જાણવા માટે તમારા UAN, બેન્ક એકાઉન્ટ અને પેન (PAN) અને આધાર (AADHAR) લિંક કરેલા હોવા અનિવાર્ય છે.

    મિસકોલથી પણ જાણી શકાશે બેલેન્સ

    તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ કૉલ મારવાનો રહેશે. ત્યારબાદ EPFOના મેસેજ દ્વારા પીએફ એકાઉન્ટની ડિટેલ્સ મળી જશે. અહીંયા પણ તમારો UAN પેન અને આધાર લિંક હોવો અનિવાર્ય છે.
    Published by:Jay Mishra
    First published: