EPFO: નોકરીયાતોને મળી રહ્યો છે પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો, ભરવું પડશે માત્ર એક ફોર્મ

જો તમે પણ EPFOના સબ્સક્રાઇબર છો તો મફતમાં 7 લાખ રૂપિયાનો Benefit ઉઠાવી શકો છો, જાણો સમગ્ર પ્રોસેસ

જો તમે પણ EPFOના સબ્સક્રાઇબર છો તો મફતમાં 7 લાખ રૂપિયાનો Benefit ઉઠાવી શકો છો, જાણો સમગ્ર પ્રોસેસ

  • Share this:
    નવી દિલ્હી. જો તમે પણ નોકરી કરો છો તો આ સમાચાર આપના માટે ખૂબ જરૂરી છે. EPFO તરફથી નોકરીયાત વર્ગ માટે અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ હવે આપને EPFO તરફથી પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. જો તમે પણ ઇપીએફઓ સબ્સક્રાઇબર (EPFO Subscribers) છો તો આપને જણાવીએ કે કેવી રીતે તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. તેના માટે આપને માત્ર એક ફોર્મ ભરવાનું હોય છે, ત્યારબાદ જ તેનો ફાયદો લઈ શકાય છે.

    આપને જણાવી દઈએકે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના સભ્યોને PF અને Pension ઉપરાંત જીવન વીમા (Life Insurance)નો ફાયદો પણ આપે છે. જેમાં આપને આ 7 લાખ રૂપિયાનો ફાયદો મળે છે. ખાસ વાત એ છે કે આ સુવિધા ગ્રાહકોને ફ્રીમાં મળે છે. તેના માટે કોઈ પણ પ્રકારનું યોગદાન નથી આપવાનું.

    EPFOએ કર્યું ટ્વીટ

    EPFOએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી હતી. EPFOના ટ્વીટમાં લખ્યું હતું કે, EPFના તમામ સબ્સક્રાઇબર ઇમ્પોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ 1976 (EDLI) હેઠળ કવર થાય છે. EDLI સ્કીમ હેઠળ દરેક EPF એકાઉન્ટ પર 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી જીવન વીમો કવર મળે છે.

    આ પણ વાંચો, Gold Silver Price Today: આજે MCX પર સોના અને ચાંદીની કિંમતમાં તેજી, જાણો શું ભાવે વેચાઈ રહ્યું છે ગોલ્ડ

    નોંધનીય છે કે, જો કોઈ નોમિનેશન વગરના જ સભ્યનું મોત થઈ જાય છે તો ક્લેમને પ્રોસેસ કરવામાં અડચણ ઊભી થાય છે. આવો જાણીએ તમે ઓનલાઇન કેવી રીતે નોમિનેશન ડિટેલ્સ ભરી શકો છો.

    EDLI હેઠળ મળશે છે ફાયદો

    ઇપીએફના તમામ સબ્સક્રાઇબર્સને ઇમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ, 1976 (EDLI) હેઠળ તમામ EPF એકાઉન્ટ પર પૂરા 7 લાખનો ફાયદો ફ્રી Insuranceના રૂપમાં આપવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો, Earn Money: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલા Tata Groupના આ શૅરોએ આપ્યું 54% રિટર્ન, શું આપની પાસે છે આ Stocks

    આવી રીતે તમે પણ કરી શકો છો નોમિનેશન

    >> આપને સૌથી પહેલા EPFOની ઓફિશિયલ વેબસાઇટ https://www.epfindia.gov.in/ પર જવું પડશે.
    >> અહીં આપને સૌથી પહેલા Services ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
    >> ત્યારબાદ આપને અહીં ‘For Employees’ પર ક્લિક કરવાનું છે.
    >> હવે મેમ્બર UAN/ઓનલાઇન સર્વિસ (ઓસીએસ/ઓટીસીપી) પર ક્લિક કરે.
    >> હવે UAN અને પાસવર્ડની વિગત ભરી લોગ ઇન કરો.
    >> ત્યારબાદ મેનેજ ટેબમાં ઇ-નોમિનેશન સિલેક્ટ કરો.
    >> ત્યારબાદ સ્ક્રીન પર ‘પ્રોવાઇડ ડિટેલ્સ’ ટેબ આવશે, ‘સેવ’ પર ક્લિક કરો.
    >> ફેમિલી ડિક્લેરેશન અપડેટ કરવા માટે યસ પર ક્લિક કરો.
    >> હવે એડ ‘ફેમિલી ડિટેલ્સ’ પર ક્લિક કરો. એકથી વધુ નોમિની પણ એડ કરી શકો છો.
    >> કયા નોમિનીના હિસ્સામાં કેટલી રકમ આવશે, તેની ઘોષણા માટે નોમિનેશન ડિટેલ્સ પર ક્લિક કરો. ડિટેલ્સ ભર્યા બાદ સેવ ઇપીએફ નોમિનેશન પર ક્લિક કરો.
    >> ઓટીપી જનરેટ કરવા માટે ઇ-સાઇન પર ક્લિક કરો. ઓટીપી આધારની સાથે લિંક મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
    >> ઓટીપીને નિર્ધારિત સ્પેસમાં નાખીને સબમીટ પર ક્લિક કરો.
    Published by:Mrunal Bhojak
    First published: