નવી દિલ્લી: તમારા માસિક વેતનમાંથી PFની રકમ કાપવામાં આવે છે અને ભવિષ્યમાં તે તમને પેન્શનના રૂપમાં મળે છે. તમારા માસિક વેતનમાંથી જે પણ રકમ કાપવામાં આવે છે, તે બે ખાતામાં જમા થાય છે. આ રકમ પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPF અને પેન્શન ફંડ એટલે કે EPSમાં જમા થાય છે. માસિક વેતનમાંથી 12% રકમ કાપવામાં આવે છે, તેટલી રકમ કંપની અથવા સંસ્થા કર્મચારીના EPF એકાઉન્ટમાં જમા કરાવે છે.
જે રકમ કાપવામાં આવે છે તેનો 3.67% ભાગ EPF એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તથા જે રકમ કાપવામાં આવે છે, તેનો 8.33% ભાગ કર્મચારીના પેન્શન યોજનામાં જમા કરવામાં આવે છે. EPS ખાતામાં દર મહિને વધુમાં વધુ રૂ. 1,250 જમા કરી શકાય છે.
પેન્શન માટેની શરતો
જે કર્મચારી એમ્પલોયી પેન્શન સ્કીમ (Employees Pension Scheme) 1995માં 16 નવેમ્બર 1995 અથવા તે પહેલા શામેલ થયા હોય તે લોકો પેન્શનનો લાભ મળે છે. કર્મચારીઓએ EPS એકાઉન્ટમાં ઓછામાં ઓછું 10 વર્ષ સુધી અંશદાન કરવું જરૂરી છે. કર્મચારી તરફથી આ અંશદાન એક કંપની અથવા એકથી અધિક કંપનીઓ હેઠળ કરી શકાય છે.
નિયમો અનુસાર EPF ખાતામાં કરવામાં આવેલ અંશદાનનો એક ભાગ EPS ખાતામાં જાય છે. આ અંશદાન પ્રતિ માસ રૂ. 6500 અને રૂ. 15000 વેતન અનુસાર કરવામાં આવે છે. જો તમે આ સ્કીમમાં 1 સપ્ટેમ્બર 2014 પહેલા જોડાયા છો, તો તમારે પ્રતિ માસ રૂ. 6500 વેતન અનુસાર અંશદાન કરવાનું રહેશે. જો તમે 1 સપ્ટેમ્બર 2014 બાદ આ સ્કીમ સાથે જોડાયા છે તો પ્રતિ માસ રૂ. 15000 વેતન અનુસાર અંશદાન કરવાનું રહેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર