Home /News /business /

Good news: દિવાળી પહેલા વ્યાજ જમા કરશે EPFO, જાણો કેવી રીતે ચેક કરશો બેલેન્સ

Good news: દિવાળી પહેલા વ્યાજ જમા કરશે EPFO, જાણો કેવી રીતે ચેક કરશો બેલેન્સ

દિવાળી પહેલા વ્યાજ જમા થવાની સંભાવના (પ્રતીકાત્મક તસવીર)

EPFO news: નાણાકીય વર્ષ 2020-21 માટે EPOFને જેવી નાણા મંત્રાલય તરફથી લીલીઝંડી મળશે કે તે કર્મચારીઓના ખાતમાં વ્યાજ ટ્રાન્સફર કરી દેશે.

  નવી દિલ્હી: એમ્પલોયઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) નાણાકીય વર્ષ 2021 માટે PFના વ્યાજની રકમ ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. EPFOના કરોડ ઉપભોક્તાઓ PFના વ્યાજની રાહ જોઈ રહ્યા છે. મિન્ટના અહેવાલ પ્રમાણે નામ જાહેર ન કરવાની શરતે બે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, ક્યારે કર્મચારીઓ અને પેન્શનધારકોના ખાતામાં મોંઘવારી ભથ્થું આવશે. એ જ સમયે EPFOનું વ્યાજ પણ ખાતામાં જમા કરવામાં આવશે.

  EPFOના સેન્ટ્રલ બોર્ડે 8.5% વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. 8.5% વ્યાજ માટે નાણા મંત્રાલયની મંજૂરી માંગવામાં આવી છે. શક્ય છે કે બહુ ઝડપથી નાણા મંત્રાલય તેના પર મંજૂરીની મહોર મારી દેશે. નાણાકીય વર્ષ 2020-21 માટે EPOFને જેવી નાણા મંત્રાલય તરફથી લીલીઝંડી મળશે કે તે કર્મચારીઓના ખાતમાં વ્યાજ ટ્રાન્સફર કરી દેશે.

  આ વર્ષે માર્ચ મહિનામાં EPFO બોર્ડ તરપથી નાણાકીય વર્ષ 2021 માટે 8.5% વ્યાજનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ પહેલાના નાણાકીય વર્ષમાં ઈપીએફઓને 70,300 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેમાંથી 4000 કરોડ ઇક્વિટી રોકાણ વેચીને મેળવવામાં આવ્યા હતા. EPFOનું 8.5% વ્યાજ બીજી સ્મૉલ સેવિંગ સ્કિમની સરખામણીમાં વધારે છે. જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) 7.1% વ્યાજ આપે છે. જ્યારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8% વ્યાજ મળે છે. EPFOના કુલ સબ્સક્રાઇબર્સની સંખ્યા 6 કરોડથી વધારે છે. કુલ ફંડમાંથી EPFO 15% ઇક્વિટીમાં રોકાણ કરે છે, જ્યારે બાકીનું ફંડ ડેટમાં રોકવામાં આવે છે. તમારા ખાતામાં વ્યાજ જમા થયું કે નહીં તે નીચેની રીતે ચકાશી શકો છો.

  SMSની મદદથી બેલેન્સ ચેક કરો

  જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 7738299899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.

  મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો

  તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

  આ પણ વાંચો: સુરતની અમી ઓર્ગેનિક્સના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં જોરદાર ઉછાળો, જાણો અલોટમેન્ટ અને લિસ્ટિંગ તારીખ 

  ઉમંગ એપની મદદથી ચેક કરો

  EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

  >> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે

  >> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો

  >> હવે View Passbook પર ક્લિક કરો

  >> પાસબુક જોવા માટે UANથી Login કરો

  વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો

  તમે EPFOની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે EPFO પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Diwali, Epfo, PF

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन