Home /News /business /EPFO: PF એકાઉન્ટના આ છે 5 મોટા ફાયદા, મફત ઇન્શ્યોરન્સ સાથે મળે છે ઘણી સારી સુવિધાઓ

EPFO: PF એકાઉન્ટના આ છે 5 મોટા ફાયદા, મફત ઇન્શ્યોરન્સ સાથે મળે છે ઘણી સારી સુવિધાઓ

EPFO: PF એકાઉન્ટના આ છે 5 મોટા ફાયદા, મફત ઇન્શ્યોરન્સ સાથે મળે છે ઘણી સારી સુવિધાઓ

કર્મચારી નિવૃત્ત થયા બાદ તેનું ભવિષ્ય સુરક્ષિત રાખવામાં પીએફ મહત્વની ભૂમિકા ભજવે છે

    નવી દિલ્હી : EPFOના કારણે કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડની સુવિધા મળે છે. પ્રોવિડન્ટ ફંડ માટે કર્મચારીના પગારમાંથી નાનકડો ભાગ કાપીને પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. કર્મચારી નિવૃત્ત થયા બાદ તેનું ભવિષ્ય સુરક્ષિત રાખવામાં પીએફ મહત્વની ભૂમિકા ભજવે છે. નિવૃત્તિ બાદ જમા થયેલી રકમ કર્મચારીને કામ આવે છે. પરંતુ આ ખાતાથી માત્ર વૃદ્ધાવસ્થામાં જ લાભ થતો નથી, અન્ય ઘણા ફાયદા મળે છે. શું તમે તેના વિશે જાણો છો?

    વિનામૂલ્યે વીમો

    પીએફ ખાતું ખુલતાની સાથે જ કર્મચારીને બાય ડિફોલ્ટ વીમા કવચ પણ મળી જાય છે. એમ્પ્લોઈ ડિપોઝીટ લિંકડ ઇન્સ્યોરન્સ (IDLI) હેઠળ કર્મચારીને રૂ. 6 લાખનો વીમો આપવામાં આવે છે. EPFOના સક્રિય સદસ્યનું નોકરી દરમિયાન મોત થઈ જાય, તો તેના વારસદારને રૂ. 6 લાખ સુધીનું વળતર આપવામાં આવે છે. આ લાભ કંપનીઓ અને કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આપે છે.

    ટેક્સમાં રાહત

    જો તમારે ટેક્સમાં રાહત જોઈતી હોય તો પીએફ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. અલબત્ત, નવી ટેક્સ સિસ્ટમમાં આવી કોઈ સુવિધા નથી. તેનો તમને ખ્યાલ હોવો જોઈએ. જુની ટેક્સ સિસ્ટમમાં આ છૂટ મળે છે. ઇપીએફ ખાતાધારકો ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ પોતાના પગાર પરના ટેક્સમાં 12 ટકા સુધીની બચત કરી શકે છે.

    આ પણ વાંચો - ફેસબુક પર આર્ટિકલ શેર કરતા પહેલા વાંચવો પડશે, જાણો નહીં વાંચો તો શું થશે

    નિવૃત્તિ બાદ પેંશન

    પીએફ એકાઉન્ટમાં જમા થયેલા હિસ્સામાંથી 8.33 ટકા ભાગ કર્મચારી પેંશન સ્કીમમાં જાય છે. નિવૃત્તિ બાદ આ રકમ પેંશનના રૂપમાં મળે છે. પેંશન વ્યક્તિની વૃદ્ધાવસ્થામાં સૌથી મોટો સહારો હોય છે. સરકાર પણ આ માટે ઘણી સ્કીમો ચલાવે છે.

    નિષ્ક્રિય ખાતા પર વ્યાજ

    કર્મચારીના નિષ્ક્રિય પીએફ ખાતા પર પણ વ્યાજની ચુકવણી થાય છે. 2016માં નિયમોમાં કરાયેલા ફેરફાર મુજબ હવે પીએફ ખાતાધારકોને ત્રણ વર્ષથી વધુ નિષ્ક્રિય હોય તેવા ખાતા પર વ્યાજ મળે છે. અગાઉ ત્રણ વર્ષથી નિષ્ક્રિય હોય તેવા પીએફ ખાતા ઉપર વ્યાજ આપવાનો કોઈ નિયમ ન હતો.
    " isDesktop="true" id="1095968" >

    જરૂર પડ્યે પૈસા કાઢી શકો

    પીએફ એકાઉન્ટમાંથી જરૂર પડે ત્યારે પૈસા કાઢી પણ શકાય છે. આ સુવિધાને શ્રેષ્ઠ સુવિધા માનવામાં આવે છે. આવું કરવાથી ઘણી વખત લોન લેવાની ફરજ પડતી નથી.
    First published:

    Tags: Epfo, Insurance, PF account, Tax

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો