8 કરોડ PF ખાતાધારકોને લાગી શકે છે મોટો આંચકો! ઘટી શકે છે વ્યાજ દર

News18 Gujarati
Updated: January 6, 2020, 12:51 PM IST
8 કરોડ PF ખાતાધારકોને લાગી શકે છે મોટો આંચકો! ઘટી શકે છે વ્યાજ દર
EPFO 15થી 25 આધાર પોઇન્ટ સુધી વ્યાજ દરો ઘટાડવાની શક્યતા છે

EPFO 15થી 25 આધાર પોઇન્ટ સુધી વ્યાજ દરો ઘટાડવાની શક્યતા છે

  • Share this:
નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પ્રોવિડન્ડ ફંડ (PF)ના વ્યાજ દરો 8.65 ટકાથી પણ ઘટાડી શકે છે. EPFO 15થી 25 આધાર પોઇન્ટ સુધી વ્યાજ દરો ઘટાડવાની શક્યતા છે. જો આવું થાય છે તો તેની સીધી અસર ઈપીએફઓના 8 કરોડથી વધુ ખાતાધારકો પર પડશે. નોકરીયાત લોકો માટે પીએફ ભવિષ્યની સુરક્ષાનું મોટું માધ્યમ છે અને વ્યાજદર ઘટવાથી તેમની પર તેની સીધી અસર પડશે.

ન્યૂઝ એજન્સી મિન્ટના અહેવાલ મુજબ, નાણા મંત્રાલયને એ વાતની ચિંતા છે કે પીએફ પર વધુ રિટર્ન આપીને બેંકો માટે આકર્ષક વ્યાજ દરો આપવા શક્ય નહીં રહે, જેની અસર અર્થવ્યવસ્થા પર પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2018-19માં સેવાનિવૃત્તિ નિધિ પ્રબંધકે નાણા મંત્રાલયની સાથે સાત મહિનાની ચર્ચા બાદ પોતાના ગ્રાહકો માટે 8.65 ટકાનો દર નિર્ધારિત કર્યો હતો.

રિપોર્ટ મુજબ, બેંકોની પણ દલીલ છે કે પીએફ જેવી બચત યોજનાઓ અને ઈપીએફઓ તરફથી ઊંચા વ્યાજ દરના કારણે લોકો તેમની પાસે રકમ જમા નથી કરાવવા માંગતા, જેના કારણે તેમને ફંડ એકત્ર કરવામાં આવી સમસ્યા વધવાની શક્યતા છે.

આ પણ વાંચો,

નવા વર્ષમાં કઈ બેંક FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે, એક ક્લિક કરીને જાણો
નોકરી બદલાય તો તરત જ ન ઉપાડશો PFના પૈસા , આટલો બધો ફાયદો થશે
First published: January 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading