નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નાણાકીય વર્ષ 2019-20 માટે આ મહિનાના અંત સુધી કર્મચારીઓને પ્રોવિડન્ડ ફંડ (Employee's Provident Fund)માં 8.5 ટકાનું વ્યાજ જમા કરશે. તેનાથી લગભગ 6 કરોડ પીએફ ખાતાધારકો (PF Accountholders)ના ખાતામાં ગત નાણાકીય વર્ષ દરમિયાનના વ્યાજની રકમ જમા થશે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં મળેલી બેઠકમાં EPFOએ વ્યાજને 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લીધો હતો.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પોતાના સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે શ્રમ મંત્રાલય (Labor Ministry)એ ફાઇનાન્સ મિનિસ્ટ્રીને 2019-20 માટે EPFમાં એક વારમાં 8.5 ટકાના વ્યાજનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ આ મહિને મોકલવામાં આવ્યો છે. સૂત્રએ કહ્યું કે આ પ્રસ્તાવ પર ફાઇનાન્સ મિનિસ્ટ્રીની મંજૂરી થોડા દિવસમાં મળવાની આશા છે. એવામાં અંશધારકોના ખાતામાં વ્યાજ આ મહિને જમા કરવામાં આવેશ. સૂત્રએ જણાવ્યું કે આ પહેલા નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ માટે વ્યાજ પર કેટલાક સ્પષ્ટીકરણ માંગ્યા હતા.
- યૂએએન પોર્ટલ પર રજિસ્ટર્ડ સભ્ય મિસ્ડ કૉલ કરીને પોતાના એકાઉન્ટનું બેલેન્સ જાણી શકે છે. - પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરો. ત્યારબાદ EPFOના સંદેશના માધ્યમથી PFની વિગતો મળી જશે. - આ કૉલ બે રિંગ બાદ આપ મેળે કટ થઈ જશે. આ સર્વિસ માટે કોઈ પણ નાણા નથી ચૂકવવાના. - EPFO યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન)ની સર્વિસ આપે છે, તેના દ્વારા એકાઉન્ટ ધારક પોતાના PF એકાઉન્ટ બેલેન્સ જોઈ શકે છે. - આ નંબર બેંક એકાઉન્ટની જેમ જ હોય છે. પોતાના UAN નંબરને એક્ટિવેટ કરવા માટે આ લિંક https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface પર ક્લિક કરી શકો છો.
આ પણ વાંચો, કિચનમાં કરતી હતી મમ્મીની હેલ્પ, 58 મિનિટમાં 46 પકવાન બનાવીને તોડી દીધો વર્લ્ડ રેકોર્ડ નોંધનીય છે કે, શ્રમ મંત્રી ગંગવારની આગેવાનીવાળી EPFO માટે નિર્ણય લેનરી CBTની માર્ચમાં મળેલી બેઠકમાં 2019-20 માટે EPF પર 8.5 ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી. CBTની માર્ચમાં મળેલી બેઠકમાં 8.5 ટકા વ્યાજ આપવાની પ્રતિબદ્ધતાને પૂરી કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેની સાથે જ CBTએ નક્કી કર્યું હતું કે 8.5 ટકાના વ્યાજને બે હપ્તામાં 8.15 ટકા અને 0.35 ટકામાં અંશધારકોના ખાતામાં જમા કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર