PFનાં નવાં વ્યાજદર પર પર આજે થશે નિર્ણય, 6 કરોડ લોકોને મળી શકે છે રાહત

પીએફ ઓફિસ

ન્યૂનતમ પેન્શન વધારીને ત્રણ ગણુ કરવામાં આવી શકે છે. EPFO મેમ્બર્સને હાલમાં 1000 રૂપિયા ન્યૂનતમ પેન્શન મળે છે. જે વધારી 3000 કરવાનો નિર્ણય થઇ શકે છે

  • Share this:
    નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ની આજે મુખ્ય બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં કર્મચારી ભવિષ્ય ફંડ સંગઠન એટલે કે EPFO વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડ (PF)નાં વ્યાજદર પર નિર્ણય લેશે. ન્યૂઝ એજન્સી PTI મુજબ આજે CBTની બેઠકમાં PFનાં વ્યાજદરને યથાવત રાખવાનો પ્રસ્તાવ આવી શકે છે. એટલે કે  વ્યાજદરમાં કોઇ જ કાપ મુકવામાં નહીં આવે.

    EPFOએ 2017-18માં PF પર 8.55 ટકા વ્યાજ આપે છે. આ વ્યાજદર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછુ છએ. આ પહેલાં વર્ષ 2016-17માં વ્યાજ દર 8.65 ટકા અને વર્ષ 2018-16માં 8.8 ટકા મળતુ હતું.

    શ્રમ મંત્રીની અધ્યક્ષતા વાળા ન્યાસી બોર્ડ EPFOનો નિર્ણય લેવાનો બાકી છે. જે નાણાકીય વર્ષ માટે ભવિષ્ય ફંડ જમા કરવા પર વ્યાજ દરનો નિર્ણય લે છે. બોર્ડની મંજૂરી બાદ પ્રસ્તાવને નાણા મંત્રાલયની સહમતિની જરૂર રહે છે. નાણાં મંત્રાલયની મંજૂરી બાદ જ વ્યાજદરને ખાતાધારકનાં ખાતામાં નાખવામાં આવે છે.

    સરકાર PF પેન્શન ધારકો માટે રાહતની જાહેરાત કરી શકે છે. આજે PF બોર્ડની બેઠક છએ જેમાં ન્યૂનતમ પેંશન વધારી 3 હજાર કરવામાં આવી શકે છે. આ નિર્ણથી 50 લાખ પેંશનધારકોને ફાયદો થશે. PF બોર્ડમાં પેન્શનધારકોને મેડિકલ કવર આપવાનો વિચાર પણ થઇ શકે છે. આ ઉપરાંત પેન્શન ફઁડનાં રોકાણનાં વ્યાજદર અંગે પણ ચર્ચા થઇ શકે છે.

    ન્યૂનતમ પેન્શન વધારી ત્રણ ગણી થઇ શકે છે. EPFO મેમ્બર્સને અથ્યાર સુધીમાં 1000 રૂપિયાનું પેન્શન મળતું હતું જે વધારીને 3000 કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેન્શન ધારકોને મેડિકલ કવર આપવાની પણ ચર્ચા થશે. આ નિર્ણયથી 50 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે.
    Published by:Margi Pandya
    First published: