નવી દિલ્હી : હવે કર્મચારીઓ રાજીનામું આપ્યા બાદ 2 મહિના સુધીમાં EPFOમાંથી બહાર નીકળવાની તેમની તારીખને ઓનલાઈન અપડેટ કરી શકે છે. આ સુવિધા એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા અપાઈ છે. EPFOએ આ અંગે પોતાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં સેવાનો લાભ ઉઠાવવા માટે સમજણ આપવામાં આવી છે.
EPF એકાઉન્ટ હોલ્ડર રાજીનામા બાદના 2 મહિના સુધીમાં આધાર આધારિત OTPનો ઉપયોગ કરીને તેના EPF ખાતામાં એક્ઝિટ ડેટ અપડેટ કરી શકે છે. તદુપરાંત ખાતાનો UN નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તેવા કિસ્સામાં તો આ પ્રક્રિયા વધુ સરળ થઈ જશે. જોકે, આ માટે તમારા મોબાઈલ નંબર સાથે તમારા આધારને લિંક કરવું ફરજિયાત છે. તારીખ અપડેટ કરવાનું કામ EPFOની વેબસાઈટ પર કરી શકાય છે.
કેવી રીતે અપડેટ કરવું ?
EPFO દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયો મુજબ તમારે www.unifiedportal mem.epfindia.gov.in/memberinterface/ પર વીઝિટ કરવાની રહેશે. તે પછી તમારા યુએન અને પાસવર્ડથી Log In કરો. પછી Manage પર ક્લિક કરો અને માર્ક એક્ઝિટ પર ક્લિક કરો. સિલેક્ટ એમ્પ્લોયમેન્ટ ડ્રોપડાઉનમાંથી પીએમ એકાઉન્ટ નંબર પસંદ કરો.
હવે નોકરીમાંથી બહાર નીકળવાની તારીખ અને તેનું કારણ જણાવવું પડશે. ત્યાર બાદ Request OTP પર ક્લિક કરો. તમને તમારા આધાર લિંક્ડ મોબાઈલ નંબર પર OTP પ્રાપ્ત થશે. ચેકબોક્સ સિલેક્ટ કરો. પછી અપડેટ પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરવાથી તમારી એમ્પલોયમેન્ટ એક્ઝિટ ડેટ સફળતાપૂર્વક અપડેટ થઈ જશે.
એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનો શું છે નિયમ ?
EPF એકાઉન્ટના ઓનલાઈન ટ્રાન્સફર માટે અરજી કરતા પહેલા ભૂતપૂર્વ/જૂની નોકરીમાંથી બહાર નીકળવાની તારીખ અપડેટ કરવી જરૂરી છે. EPFO દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વ્યક્તિએ પોતાના EPF ખાતામાં જમા રકમ ટ્રાન્સફર કરવા માટે માત્ર ફોર્મ નંબર 13 ભરવાનું રહેશે.
EPFOમાં નવા 14 લાખ સબસ્ક્રાઈબર ઉમેરાયા
EPFOમાં ફેબ્રુઆરી 2022માં 14.12 લાખ નવા સભ્યો ઉમેરાયા છે. ફેબ્રુઆરી 2021ની સરખામણીએ 31,826 વધુ સભ્યો જોડાયા છે. 14.12 લાખ નવા સભ્યોમાંથી 8.41 લાખ પ્રથમ વખત EPFO હેઠળ નોંધાયા છે. બીજી તરફ એક્ઝિટ થનાર 5.71 લાખ લોકો ફરી એકવાર આ સ્કીમમાં જોડાયા છે. ફેબ્રુઆરીમાં 18-25 વર્ષની વય જૂથના સૌથી વધુ કર્મચારીઓ EPFOમાં જોડાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર