Home /News /business /

EPFO: મોદી સરકારે 24 કરોડ લોકોના ખાતામાં જમા કરી રકમ, શું તમને નથી મળી? આ રીતે કરો ફરિયાદ

EPFO: મોદી સરકારે 24 કરોડ લોકોના ખાતામાં જમા કરી રકમ, શું તમને નથી મળી? આ રીતે કરો ફરિયાદ

પીએફ પર વ્યાજની રકમ (પ્રતીકાત્મક તસવીર)

EPFO interest credit: સરકાર પહેલા જ 2020-21ના વર્ષ માટે 8.5 ટકા લેખે પીએફની રકમ (PF amount) પર વ્યાજ જમા કરવાની મંજૂરી આપી ચૂકી છે. શ્રમ મંત્રાલયે પણ આ નિર્ણય પર સહમતિ દર્શાવી હતી.

    નવી દિલ્હી: મોદી સરકારે ફરી 24.07 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કર્યાં છે. EPFO તરફથી અત્યારસુધી 24.07 કરોડ લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. EPFO તરફથી તેના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે, અત્યારસુધી 24.07 કરોડ લોકોના ખાતામાં નાણાકીય વર્ષ 2020-2021માં 8.50 ટકા લેખે પીએફનું વ્યાજ (PF interest) જમા કરવામાં આવ્યું છે. તમે પણ તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તેની તપાસ કરી લો. જો તમારા ખાતામાં પૈસા જમા (PF interest credit) નથી થયા તો તમે આ અંગેની ફરિયાદ કરી શકો છો.

    8.5% લેખે વ્યાજની રકમ જમા

    નોંધનીય છે કે સરકાર પહેલા જ 2020-21ના વર્ષ માટે 8.5 ટકા લેખે પીએફની રકમ (PF amount) પર વ્યાજ જમા કરવાની મંજૂરી આપી ચૂકી છે. શ્રમ મંત્રાલયે પણ આ નિર્ણય પર સહમતિ દર્શાવી હતી. હવે EPFO તરફથી પીએફ ખાતા ધારકોના ખાતામાં રકમ જમા કરી દેવામાં આવી છે. આથી હવે પીએફ ખાતાધારકો પોતાના ખાતાની બેલેન્સ ચેક કરીને વ્યાજની રકમ જમા થઈ છે કે નહીં તેની તપાસ કરી શકે છે.

    પૈસા ન આવ્યા હોય તો આ રીતે કરો ફરિયાદ

    જો તમારા ખાતામાં પૈસા જમા નથી થયા તો તમારે https://epfigms.gov.in/ વેબસાઇટ પર જવાનું રહેશે. જે બાદમાં ફરિયાદ કરવા માટે Register Grievance પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે. અહીં તમને પેએફ મેમ્બર, ઈપીએફ પેન્શનર, એમ્પલૉયર જેવા વિકલ્પ દેખાશે. જેમાંથી તમારે પીએફ મેમ્બર પસંદ કરવાનું રહેશે. જે બાદમાં UAN નંબર અને સિક્યોરિટી કોડ દાખલ કરવાનો રહેશે. ત્યાર બાદ તમે ફરિયાદ દાખલ કરી શકો છો.

    આ રીતે ચેક કરો PF બેલેન્સ (How to check PF balance)

    1) SMSની મદદથી બેલેન્સ ચેક કરો

    જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 77382 99899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.

    2) મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો

    તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

    આ પણ વાંચો: શું તમે તમારો UAN નંબર ભૂલી ગયો છો? આ સરળ સ્ટેપ્સ દ્વારા ઘરે બેઠા જ જાણો

    3) ઉમંગ એપની મદદથી ચેક કરો

    EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

    >> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે

    >> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો

    >> હવે View Passbook પર ક્લિક કરો

    >> પાસબુક જોવા માટે UANથી Login કરો

    આ પણ વાંચો: PF અકાઉન્ટ સાથે જોડાયેલા આ ફાયદા જાણી આપ પણ થઈ જશો ખુશ

    4) વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો

    તમે EPFOની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે EPFO પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Epfo, Pension, PF, મોદી સરકાર

    આગામી સમાચાર