Home /News /business /EPFO: ઇપીએફ એકાઉન્ટ પર વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે, તમે ઈચ્છો ત્યારે જાતે જ આ રીતે જાણી શકો
EPFO: ઇપીએફ એકાઉન્ટ પર વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે, તમે ઈચ્છો ત્યારે જાતે જ આ રીતે જાણી શકો
સરકાર ઈપીએફ એકાઉન્ટ પર 8.1% વ્યાજ આપી રહી છે
હાલમાં સરકાર EPF પર વાર્ષિક 8.1 ટકાના દરે વ્યાજ ચૂકવી રહી છે. લાંબા ગાળે મજબૂત ફંડ બનાવવા માટે EPF શ્રેષ્ઠ રોકાણ સાધનોમાંનું એક છે કારણ કે તેમાં સારું વ્યાજ આપવામાં આવે છે. આ સાથે સરકાર તરફથી ગેરંટી પણ મળે છે.
EPF Interest Rates: દેશમાં લાખો કર્મચારીઓ EPF માં રોકાણ કરે છે. EPFO દ્વારા ચલાવવામાં આવતી EPF યોજનામાં કંપની અને કર્મચારી બંનેએ યોગદાન આપવાનું રહે છે. નિયમો અનુસાર, જે કંપની પાસે 20 કે તેથી વધુ કર્મચારીઓ છે અને જેનો પગાર 15,000 રૂપિયા અથવા તેનાથી ઓછો છે, તેણે તેના કર્મચારીઓ માટે EPF ખાતું ખોલાવવું જરૂરી છે.
વર્ષ 2021-22 થી સરકાર ઈપીએફ એકાઉન્ટ પર 8.1% વ્યાજ આપી રહી છે. કર્મચારીએ EPF ખાતા અને EPS માં તેના મૂળભૂત પગાર અને DA ને જોડીને પગારના 12% યોગદાન આપવું પડે છે. તેમજ કંપનીએ પણ આટલીજ રકમનું યોગદાન આપવાનું રહે છે. કંપનીના યોગદાનમાંથી 8.33 ટકા EPSમાં જાય છે. EPFમાં કંપનીનું યોગદાન માત્ર 3.67% છે. આ રીતે બંનેના યોગદાનની રકમ ઉમેરીને તમે જાણી શકો છો કે એક વર્ષમાં EPF ખાતામાં કેટલી રકમ જમા થશે.
બેલેન્સ જાણવા માટે
ઈપીએફ ખાતામાં રહેલી રકમ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઈપીએફઓ આ રીતે પીએફ બેલેન્સ જાણવા માટેની સુવિધા આપે છે.
પીએફ ખાતાધારક રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મિસ્ડ કોલ અથવા એસએમએસ દ્વારા બેલેન્સની માહિતી મેળવી શકે છે.
ઓનલાઈન ઉમંગ એપની મદદથી જાણી શકાય છે.
EPFOની વેબસાઈટ પર લોગઈન કરીને જાણી શકાય છે કે તેના પીએફ ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે.
- આ રકમ દર મહિને EPF ખાતામાં જમા કરવામાં આવશે અને નિર્ધારિત વ્યાજ દર ખાતામાં જમા કરવામાં આવશે.
- 8.1 ટકાના વાર્ષિક વ્યાજ દર મુજબ દર મહિને 0.605 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. તે નાણાકીય વર્ષના અંતિમ દિવસે જમા થશે.
- હવે ધારો કે તમે એપ્રિલ 2022માં ઓફિસમાં જોડાયા છો, તો એપ્રિલમાં EPF ખાતામાં જમા થયેલી રકમ પર વ્યાજ નહીં મળે.
- મે 2022માં, તમારા ખાતામાં રૂ. 4701 (2350.5 + 2350.5) હશે અને તમને તેના પર 4701*0.60% = રૂ. 31.73 વ્યાજ મળશે. તેવી જ રીતે અન્ય મહિનાઓ માટે વ્યાજની ગણતરી કરી શકાય છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર