Home /News /business /EPFO Higher Pension: કોને મળશે વધુ પેન્શન, જાણો શું છે EPFOની નવી ગાઈડલાઈન

EPFO Higher Pension: કોને મળશે વધુ પેન્શન, જાણો શું છે EPFOની નવી ગાઈડલાઈન

PF ધારકોને મળશે વધુ પેન્શન

EPFO Higher Pension: આ વિકલ્પ ફક્ત તે કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ હશે, જેઓ 31 ઓગસ્ટ 2014 ના રોજ EPFના સભ્ય હતા અને EPS હેઠળ ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો નથી.

નવી દિલ્હી: EPFO ખાતાધારકો માટે વધુ પેન્શન આપવાનો માર્ગ ખુલી ગયો છે. રિટાયરમેન્ટ ફંડ બોડી એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO ​​એ સભ્ય કર્મચારીઓ માટે વધુ પેન્શન મેળવવાનો વિકલ્પ પસંદ કરવા માટે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. EPFOએ તેની તમામ કચેરીઓને સૂચનાઓ જાહેર કરી છે કે, કર્મચારી પેન્શન યોજના (EPS)ના સભ્યોએ ઉચ્ચ પેન્શન માટે કેવી રીતે અરજી કરવી જોઈએ. EPS હેઠળ ઉચ્ચ પેન્શન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ, 2023 છે.

આ પણ વાંચો: 14-15 દિવસમાં જ તગડી કમાણી કરાવી દેશે આ શેર, લગાવી દો રૂપિયા

જો કે, આ વિકલ્પ ફક્ત તે કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ હશે, જેઓ 31 ઓગસ્ટ 2014 ના રોજ EPFના સભ્ય હતા અને EPS હેઠળ ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો નથી. માર્ગદર્શિકા અનુસાર, EPFOએ EPS સભ્યોને પેન્શનપાત્ર પગારની મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ માસ વટાવી દેવાની મંજૂરી આપી છે. EPFOની નવી પ્રક્રિયા સાથે, સબ્સ્ક્રાઇબર્સ અને તેમના એમ્પ્લોયરો EPS હેઠળ ઉચ્ચ પેન્શન માટે સંયુક્ત રીતે અરજી કરી શકશે. આનો અર્થ એ થયો કે, હવે સભ્યો તેમના મૂળ પગારના 8.33 ટકા યોગદાન આપી શકે છે.

શું તમે EPFO ​​તરફથી ઉચ્ચ પેન્શન માટે પાત્ર છો?

EPFO એ એવા કર્મચારીઓની વિનંતી સ્વીકારી છે કે, જેમણે EPF યોજના હેઠળ પેન્શન યોજનામાં ફરજિયાતપણે વધુ પગારનું યોગદાન આપ્યું છે અને તેમની નિવૃત્તિ પહેલાં ઉન્નત પેન્શન કવરેજનો વિકલ્પ પસંદ કર્યો છે. EPFOએ જણાવ્યું હતું કે, જે કર્મચારીઓએ અગાઉની વેતન મર્યાદા રૂ. 5,000 અથવા રૂ. 6,500 કરતાં વધુ પગારનું યોગદાન આપ્યું છે અને જે કર્મચારીઓએ EPS-95ના સભ્ય હોવા છતાં સુધારેલી યોજના સાથે EPS હેઠળ પસંદગી કરી છે, તેઓ ઉચ્ચ પેન્શન કવરેજ માટે પાત્ર છે.

આ પણ વાંચો: આજે અદાણી ગ્રુપના શેરમાં રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો

ઑફલાઇન અરજી પ્રક્રિયા
> વધુ પેન્શન મેળવવા માટે, EPS સભ્યએ તેમની નજીકની EPFO ​​ઓફિસમાં જવું પડશે

> ત્યાં તેઓએ અરજીની સાથે કેટલાક દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે

> કમિશનરે આપેલી પદ્ધતિ અને ફોર્મેટ મુજબ અરજી આપવાની રહેશે

> સંયુક્ત વિકલ્પમાં ડિસ્ક્લેમર અને ડિક્લરેશન પણ હશે

> અરજી સબમિટ થયા બાદ પરિપત્ર મુજબ કાર્યવાહી કરવામાં આવશે
First published:

Tags: Business news, EPFO account, EPS