ચૂંટણી પહેલા સરકારે પીએફ એકાઉન્ટ ધરાવતા લોકોને ભેટ આપી છે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાંકીય વર્ષ 2018-19 માટે એમ્પ્લોયી પ્રોવિડન્ડ ફંડના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. EPFOએ એમ્પ્લોયી પ્રોવિડેંટ ફંડના વ્યાજ દરને 8.55 ટકાથી વધારી 8.65 ટકા કરી દીધો છે.
EPFOએ નાણાકીય વર્ષ 2016 બાદ પહેલીવાર વ્યાજ દરમાં વધારો કર્યો છે. ઇપીએફઓના 6 કરોડથી વધુ ખાતા ધારકોને આ નિર્ણયથી લાભ થશે. જો કે PF પેન્શન વધારવાનો નિર્ણય હાલ પૂરતો મૂલતવી રાખ્યો છે. ગુરુવારે ઇપીએફઓની બેઠકમાં મિનિમમ પેન્શન પર પણ ચર્ચા કરવામાં આવી પરંતુ તેના પર કોઇ નિર્ણય ન આવ્યો.
ગુરુવારે ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક મળી હતી, જેમાં વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, શ્રમમંત્રીની અધ્યક્ષતાવાળા ટ્રસ્ટી બોર્ડ EPFO માટે નિર્ણય લેનારી સંસ્થા છે. જે નાણાકીય વર્ષ માટે ભવિષ્ય નિધિ જમા પર વ્યાજદરને અંતિમ રૂપ આપે છે.
ઇપીએફઓએ 2017-18માં પીએફ પર 8.55 ટકાનું વ્યાજ આપ્યું હતું. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું. આ પહેલા 2016-17માં 8.65 ટકા અને 2015-16માં 8.8 ટકાનું વ્યાજ મળતું હતું.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર