EPFOનો મોટો નિર્ણય! સરકારે નક્કી કરી દીધા PF પર વ્યાજ દર, જાણો આ વર્ષે કેટલો મળશે ફાયદો

EPFOનો મોટો નિર્ણય! સરકારે નક્કી કરી દીધા PF પર વ્યાજ દર, જાણો આ વર્ષે કેટલો મળશે ફાયદો
EPFOએ દેશના 6 કરોડ લોકોને મોટી રાહત આપી, આ વર્ષે પણ PF પર 8.5 ટકા વ્યાજ મળશે

EPFOએ દેશના 6 કરોડ લોકોને મોટી રાહત આપી, આ વર્ષે પણ PF પર 8.5 ટકા વ્યાજ મળશે

  • Share this:
    નવી દિલ્હી. EPF interest rates: EPFOએ દેશના 6 કરોડ લોકોને મોટી રાહત આપી છે. PF પર મળનારા વ્યાજ દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે કે આપને આ નાણાકીય વર્ષે પણ 8.5 ટકા (EPFO fixes PF interest rates)ના દરથી જ વ્યાજ મળશે. આજે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના CBTની શ્રીનગરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રત્યેક નાણાકીય વર્ષ માટે PF રકમ પર વ્યાજ દરની ઘોષણા કરે છે.

    નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં EPFOએ વ્યાજ દર ઘટાડતા 8.5 ટકા કરી દીધા હતા. વિશેષમાં 2019-20 માટે PF પર મળનારા વ્યાજ દર 2012-13 બાદના સૌથી નીચલા સ્તરના હતા.



    પહેલા આવી રહ્યા હતા આવા સમાચાર

    ઉલ્લેખનીય છે કે, બેઠક પહેલા અહેવાલ આવી રહ્યા હતા કે આ વર્ષે સરકાર પીએફ પર વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. દેશભરમાં ફેલાયેલા કોરોના સંકટના કારણે આ વર્ષે સરકાર નોકરીયાત વર્ગને આંચકો આપી શકે છે, પરંતુ સરકારે વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કર્યા.

    આ પણ વાંચો, નોકરીયાત વર્ગ માટે રોકાણ કરવાના 4 શ્રેષ્ઠ વિકલ્પ, થશે વધારે ફાયદો

    દર વર્ષે થાય છે વ્યાજ દરોની ઘોષણા

    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રત્યેક નાણાકીય વર્ષ માટે પીએફ રકમ પર વ્યાજ દરની ઘોષણા કરે છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ દરોની ઘોષણા કરતાં બોર્ડે કહ્યું હતું કે તે 31 માર્ચે સમાપ્ત નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજની ચૂકવણી કરશે. પહેલા હપ્તામાં 8.15 ટકા ડેટ ઇન્વેસ્ટમેન્ટ (Debt Instrument)થી અને બીજા હપ્તામાં 0.35 ટકા વ્યાજની ચૂકવણી ઇક્વિટી (Equity)થી કરવામાં આવશે.

    આ પણ વાંચો, અમેઝોનના ફાઉન્ડર Jeff Bezosને ટ્રેડર્સ એસોસિએશનનો ખુલ્લો પત્ર, ‘રિલાયન્સ-ફ્યૂચર ડીલમાં રોડાં ન નાખો’

    છેલ્લા વર્ષોમાં પીએમના વ્યાજ દરોમાં કેટલો થયો ઘટાડો?

    >> 2019-20 - 8.5 ટકા
    >> 2018-19 - 8.65 ટકા
    >> 2017-18 - 8.55 ટકા
    >> 2016-17 - 8.65 ટકા
    >> 2015-16 - 8.8 ટકા
    >> 2013-14 - 8.75 ટકા
    Published by:Mrunal Bhojak
    First published:March 04, 2021, 15:21 pm