નવી દિલ્હી : ઇપીએફઓમાં ખાતુ ધરાવતા નોકરિયાત વર્ગ(EPFO Account Holder) માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇપીએફઓએ (EPFO)ખાતાધારકોને મોટી રાહત આપતા 31 ડિસેમ્બર, 2021 બાદ પણ ઓનલાઇન જઇને નોમિની(E-Nomination Update)નું નામ જોડી શકવાની છૂટ આપી છે. ઇપીએફઓએ સબ્સ્ક્રાઇબર્સને સલાહ આપી છે કે તેઓ ઇ-નોમિનેશન જરૂર (File E-Nomination)કરે. તેની ડેડલાઇન ક્યારે પૂર્ણ થશે તે ઇપીએફઓ(EPFO)એ જણાવ્યું નથી.
EPFOની આ કવાયત PF ખાતાધારકોના આશ્રિતોને સુરક્ષા પૂરી પાડવાની છે. જો પીએફ ખાતાધારકો સાથે કંઈક અપ્રિય ઘટના બને છે, તો નોમિનીને વીમા અને પેન્શન જેવા લાભો મળી શકે છે.
EPFOએ ટ્વિટ કરીને આપી જાણકારી
EPFOએ એક ટ્વિટમાં કહ્યું છે કે EPF ખાતાધારકો 31 ડિસેમ્બર 2021 પછી પણ કોઈને પણ પોતાનો નોમિની બનાવી શકે છે. EPFO મુજબ, ઈ-નોમિનેશન ઓનલાઈન ફાઈલ કરવું ખૂબ જ જરૂરી છે, તેનાથી ખાતાધારકના અવસાન બાદ પ્રોવિડેન્ટ ફંડ, પેન્શન અને વીમાના ફાયદા મળવામાં સરળતા થશે અને સાથે જ નોમિની ઓનલાઇન ક્લેમ દાખલ કરી શકશે. ઉપરાંત, સભ્યો માટે પણ પેન્શનના દાવાનો નિકાલ કરવામાં સરળતા રહેશે.
પીએફ ખાતાધારકો નોમિનીને ઓનલાઈન ઉમેરવાનું કામ પણ કરી શકે છે. EPFO આ સુવિધા આપે છે કે PF ખાતાધારકો એક કરતા વધુ નોમિનીનું નામ ઉમેરી શકે છે આ ઉપરાંત, ખાતાધારકો નોમિનીને આપવાનો હિસ્સો પણ નક્કી કરી શકે છે.
કઇ રીતે કરવું ઇ-નોમિનેશન?
-ઇપીએફઓની ઓફિશ્યલ વેબસાઇટ ઓપન કરો.
-હવે તમારા UAN અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.
-મેનેજ સેક્શનમાં જઇને લિંક ઇ-નોમિનેશન પર ક્લિક કરો.
-હવે નોમિનીનું નામ અને અન્ય જાણકારીઓ ભરો.
-એકથી વધુ નોમિની એડ કરવા માટે એડ ન્યુ બટન પર ક્લિક કરો.
-ત્યાર બાદ સેવ ફેમિલી ડિટેલ્સ પર ક્લિક કરતા જ પ્રક્રિયા પૂર્ણ થશે.
પોર્ટલ થઇ ગયું હતું ડાઉન
ઘણા યૂઝર્સ સતત ફરીયાદ કરી રહ્યા હતા કે ઇપીએફઓ વેબસાઇટ કામ કરી રહીં નથી અને તેથી તેઓ ખાતામાં નોમિની જાડી શકતા નથી. આ જ કારણે એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને ઇ-નોમિનેશનની તારીખને આગળ ધપાવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર