Home /News /business /મોદી સરકાર હોળી પહેલા કરી શકે છે રૂપિયા ટ્રાન્સફર, આ લોકોને મળી શકે છે લાભ
મોદી સરકાર હોળી પહેલા કરી શકે છે રૂપિયા ટ્રાન્સફર, આ લોકોને મળી શકે છે લાભ
EPFO ફબ્રુઆરીના અંત સુધીમાં પીએફ પરના વ્યાજના રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
EPFO Employees Provident Fund: દેશના 6 કરોડથી વધુ પીએફ ખાતાધારકો લાંબા સમયથી EPF પર મળતા વ્યાજની રાહ જોઈ રહ્યા છે. સરકારે 2023નું બજેટ રજૂ કર્યું છે. અત્યાર સુધી કર્મચારીઓના પીએફના વ્યાજના પૈસા EPF ખાતામાં આવ્યા નથી.
EPFO Employment Provident Fund: દેશના 6 કરોડથી વધુ ખાતાધારકો લાંબા સમયથી પોતાના EPF પર મળનાર વ્યાજની રાહ જોઈ રહ્યા છે. સરકારે હાલમાંજ બજેટ-2023 રજુ કરી દીધું છે પણ તેમાં વ્યાજના રૂપિયા ટ્રાન્સફર કરવાને લઈને કોઈ વાત કરી નથી. હજુ સુધી પીએફના વ્યાજના રૂપિયા કોઈ કર્મચારીના ઈપીએફ એકાઉન્ટમાં જમા થયા નથી. ઘણા લોકો ઈપીએફઓ પાસે ટ્વિટર પર આ અંગે પૂછી રહ્યા છે. જો મીડિયા રિપોર્ટનું માનીએ તો આ રૂપિયા ફેબ્રુઆરીના અંતમાં અને હોળી પહેલા આવી શકે છે.
નથી આવ્યા પીએફ પર વ્યાજના રૂપિયા
જો આ પહેલાની વાત કરીએ તો 2021માં દિવાળી પહેલા વ્યાજના રૂપિયા આપી દેવામાં આવ્યા હતા. પરંતુ જો વર્ષ 2022ની વાત કરીએ તો પાછલા વર્ષના વ્યાજના રૂપિયા હજુ સુધી આવ્યા નથી.
EPFO ફબ્રુઆરીના અંત સુધીમાં પીએફ પરના વ્યાજના રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હોળી પહેલા કર્મચારીઓને સારી ખબર મળી શકે છે. પીએફ એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા હજુ આવ્યા નથી જેના કારણે કર્મચારીઓ EPFOના ટ્વિટર એકાઉન્ટ પર સવાલ પૂછી રહ્યા છે કે તેઓના રૂપિયા ક્યારે આવશે.
શા માટે થઇ રહ્યું છે મોડુ
પીએફ ખાતાધારકોને આશા છે કે મોદી સરકાર જલ્દીથી તેમના પીએફ ખાતામાં વ્યાજના રૂપિયા ટ્રાન્સફર કરશે. સામાન્ય રીતે વ્યાજના રૂપિયા લાંબી પ્રક્રિયા બાદ મળતા હોય છે, જેના કારણે મોડું થઇ રહ્યું છે. 6 કરોડ ખાતા ધારકોને એક સાથે વ્યાજના રૂપિયા નથી મળતા. આ વખતે ખાતાધારકોને 8.1%ના દરે પીએફ પર વ્યાજ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર