લાખો લોકોના PF ખાતા થયા બ્લૉક, તમે પણ આવી રીતે કરો તપાસ

શું તમારું પ્રોવિડન્ડ ફંડનું એકાઉન્ટ પણ બ્લૉક કરવામાં આવ્યું છે? આ 4 રીતે ચકાસો તેનું સ્ટેટસ

શું તમારું પ્રોવિડન્ડ ફંડનું એકાઉન્ટ પણ બ્લૉક કરવામાં આવ્યું છે? આ 4 રીતે ચકાસો તેનું સ્ટેટસ

 • Share this:
  નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organisation- EPFO)એ 9 લાખ કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટનો બ્લૉક કરી દીધા છે. મૂળે, સરકારે લગભગ 80,000 કંપનીઓ અલગ તારવી છે જેઓએ ફૉર્મલ સેક્ટરમાં રોજગારના અવસર ઊભા કરવા માટે કેન્દ્રની એક ફ્લેગશીપ યોજના હેઠળ ગેરકાયદેસર રીતે 300 કરોડ રૂપિયાનું નાણાકીય પ્રોત્સાહનનો ફાયદો ઉઠાવ્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત અહેવાલ મુજબ, રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રોજગાર યોજના (Pradhan Mantri Rojgar Protsahan Yojana- PMRPY)ના 9 લાખ લાભાર્થીઓ આ યોજના માટે અયોગ્ય હોવાનું બહાર આવ્યું છે. કારણ કે તેઓ આ સ્કીમને લાગુ થતાં પહેલાથી જ ફૉર્મલ સેક્ટરનો હિસ્સો હતો, એટલે કે તેઓ પહેલાથી જ PFનો ફાયદો ઉઠાવી રહ્યા હતા.

  રિપોર્ટ મુજબ, EPFOએ આ કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટ બ્લૉક કરી દીધા છે. બીજી તરફ સંગઠને આ કંપનીઓ પાસેથી અત્યાર સુધી 222 કરોડની રિકવરી પણ કરી છે. આ લાભાર્થીઓની સંખ્યા EPFOના પેરોલ ડેટાબેઝમાં સામેલ નથી, જેને સરકાર ફૉર્મલ સેક્ટરમાં ઊભી થયેલી રોજગારી તરીકે જુએ છે.

  2016માં શરૂ થઈ યોજના

  સરકારે રોજગાર ઊભો કરવા માટે કંપનીઓને ઇન્સેન્ટિવ આપવાની PMRPY યોજના 2016માં શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ 1 એપ્રિલ 2016ના રોજ કે ત્યારબાદ 15,000થી વધુ પ્રતિ મહિને પગાર પર રાખવામાં આવેલા નવા કર્મચારીને EPF અને EPS (Employees Pension Scheme)નો કુલ 12 ટકાનો ખર્ચ (જે યોગદાન કંપની આપે છે) સરકાર ઉઠાવે છે.

  આ સ્કીમ હેઠળ સરકારનું લક્ષ્ય નવા રોજગાર ઊભા કરવા અને રોજગાર ઊભા કરી રહેલી કંપનીઓને ઇન્સેન્ટિવ (પ્રોત્સાહક રકમ) આપવાનું છે. રોજગાર મેળવનારા લોકોને આ સ્કીમ હેઠળ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ પણ મળે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય આ સ્કીમ EPFOના માધ્યમથી ચલાવે છે. જાન્યુઆરી 2019માં સરકારે કહ્યું હતું કે આ સ્કીમનો લાભ ઉઠાવનારા કર્મચારીઓની સંખ્યા 1 કરોડને પાર કરી ગઈ છે.

  આવી રીતે ચેક કરો પીએફ બેલેન્સ

  >> જો તમને પણ પીએફ ખાતા બ્લૉક થઈ ગઈ તો તમે બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે તમે પોતાાન મોબાઇલમાં EPFO એપ ‘m-EPF’ને ડાઉનલોડ કરો. એપમાં 'Member' પર ક્લિક કરો પછી Balance/Passbook પર ક્લિક કરો. UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ભરીને પોતાનું EPF બેલેન્સ ચેક કરો.

  >> ઉમંગ એપ - Umang Appના માધ્યમથી બેલેન્સ ચેક કરવા માટે આપને ફરી એકવાર પોતાના મોબાઇલ નંબરથી વન-ટાઇમ રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ તમે ઉમંગ એપથી આપના EPF પાસબુકને જોઈ શકો છો. Claim Raise કરી શકો છો અને તેને ટ્રેક પણ કરી શકો છો.

  >> એસએમએસ - SMS દ્વારા ઈપીએફ બેલેન્સ ચેક કરવા માટે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર મેસેજ મોકલો. એસએમએસને EPFOHO UAN ENG લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. ENG એ પહેલા ત્રણ કેરેક્ટર વિશે જણાવે છે જે ભાષામાં તમે જાણકારી ઈચ્છો છો. મેસેજની સુવિધા અંગ્રેજીની સાથે હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષામાં પણ ઉપલબ્ધ છે. મેસેજ દ્વારા ઇપીએફઓ બેલેન્સ જાણવા માટે આપનો મોબાઇલ નંબર UANની સાથે રજિસ્ટર્ડ હોવો જોઈએ.

  >> મિસ્ડ કૉલ - Missed Callના માધ્યમથી ઈપીએફ બેલેન્સ ચેક કરવા માટે આપનો મોબાઇલ નંબર UAN સાથે રજિસ્ટર્ડ હોવો જોઈએ. તમે પોતાના મોબાઇલથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરીને EPF Balance જાણી શકો છો. મિસ્ડ કૉલ કર્યા બાદ આપના રજિસ્ટર્ડ નંબર પર EPFનો એક મેસેજ આવશે જેનાથી તમે EPF Balance જાણી શકશો. મેસેજમાં PF Number, નામ, જન્મતિથિ, ઈપીએફ બેલેન્સની સાથે અંતિમ જમા રકમ પણ જણાવવામાં આવે છે.

  (સોર્સ : હિન્દી મનીકન્ટ્રોલ)

  આ પણ વાંચો, આનંદો! આપનો ફરવાનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, શરૂ થઈ નવી સ્કીમ
  Published by:Mrunal Bhojak
  First published: