EPFOએ 6.3 લાખ લોકોને આપી ગીફ્ટ, હવે એક સાથે ઉપાડી શકશો બધા પૈસા

EPFOએ 6.3 લાખ લોકોને આપી ગીફ્ટ, હવે એક સાથે ઉપાડી શકશો બધા પૈસા
નોકરીયાતો માટે ખુશખબરી આવી છે. ભવિષ્ય નિધિ ખાતા પર વધારે વ્યાજ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર અનુસાર, નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર 8.65 ટકા વ્યાજ મળશે. તેને લઈ નાણા મંત્રાલય તૈયાર થઈ ગયું છે. શ્રમ મંત્રાલય અને નાણા મંત્રાલય વચ્ચે વ્યાજ દરને લઈ સહમતિ બની ગઈ છે. નાણા મંત્રાલય વ્યાજ દરને ટુંક સમયમાં નોટિફાઈ કરી દેશે. જેનો સીધો ફાયદો 6 કરોડ ખાતાધરકોને થશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનાથી પીએફ ખાતાના વ્યાજ દરને લઈ સહમતી બની શકતી ન હતી. આ પહેલા નાણાકીય વર્ષ 2017-18માં વ્યાજ દર 8.55 ટકા હતું. મતલબ સ્પષ્ટ છે કે, વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો થશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) 6.3 લાખ પેન્શન ગ્રાહકોને રાહત આપી છે

 • Share this:
  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) 6.3 લાખ પેન્શન ગ્રાહકોને રાહત આપી છે. સંગઠને કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ પેન્શનની રકમમાં કેટલોક ભાગ એક સાથે ઉપાડી શકવાની વ્યવસ્થાને ફરી સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પગલાથી તેવા પેન્શન ગ્રાહકોને લાભ થશે જેમણે કમ્યુટેશન વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કર્યો હતો અને 2009 પહેલા સેવાનિવૃત્તિ પર એકસાથે રકમ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ EPFOએ 2009માં આ જોગવાઈને પાછી ખેંચી લીધી હતી.

  શું છે કમ્યુટેશન?


  કમ્યુટેશન વ્યવસ્થા હેઠળ સામાન્ય રીતે માસિક પેન્શનમાં અગામી 15 વર્ષની એક તૃતિયાંશ રકમની કટોતી કરવામાં આવે છે અને આ રકમ પેન્શનરને એક સાથે આપી દેવામાં આવે છે. તેના 15 વર્ષ બાદ પેન્શનર પૂરી પેન્શન મેળવવા માટે હકદાર બની જાય છે.

  6.3 લાખ પેન્શનરોને થશે ફાયદો
  EPFOના નિવેદન અનુસાર, એક મોટા નિર્ણયમાં EPFOનો નિર્ણય લેનાર શીર્ષ નિકાય કેન્દ્રીય ન્યાસી બોર્ડ (CBT)એ 21 ઓગસ્ટ 2019ના રોજ હૈદરાબાદમાં થયેલી બેઠકમાં કમ્યુટેશન હેઠળ એક સાથે રકમ લેવાના 15 વર્ષ બાદ પેન્શનરોની પૂરી પેન્શન સ્થાપિત કરવા માટે EPS-95માં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આનાથી 6.3 લાખ પેન્શરોને લાભ થશે.

  ભારતીય મજદૂર સંઘના મહાસચિવ બ્રિજેશ ઉપાધ્યાયે કહ્યું કે, પેન્શનના કમ્યુટેશનને સ્થાપિત કરવાની માંગ હતી. આ પહેલા EPS-95 હેઠળ સભ્ય 10 વર્ષ માટે એક તૃતિયાંશ પેન્શનને બદલે એક સાથે રકમ લઈ શકે છે. પૂરી પેન્શન 15 વર્ષ બાદ સ્થાપિત થતી હતી. આ વ્યવસ્થા સરકારી કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે.

  થયા આ નિર્ણય
  IL&FLS લિમિટેડની વ્યાજ ચૂકવણીમાં ચૂકના મામલામાં CBTએ EPFOના રોકાણ વિબાગના ત્રણ અધિકારીઓને ડિબેન્ચરધારકોની બેઠકમાં ભાગ લેવા માટે નામિત કર્યા હતા. આ બેઠકની તારીખ હજુ નક્કી નથી અને જરૂરત પડી તો, સીબીટી તરફથી આ અધિકારી મતદાન કરશે. આ સિવાય ન્યાસિયોએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ના પ્રબંધનકર્તાઓને 31 ઓક્ટોબર 2019 સુધી સાર્વજનિક બોલી દ્વારા પસંદ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સાથે જ ત્યાં સુધી હાલના પ્રબંધકર્તાઓ (એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને યૂટીઆઈ મ્યુચ્યૂઅલ ફંડ)ની અવધી વધારી દીધી છે.

  નિફ્ટી સેન્સેક્સમાં બરાબર-બરાબર રોકાણનો પ્રસ્તાવ
  સીબીટીએ નિફ્ટી-50 અને સેન્સેક્સ ઈટીએફ વચ્ચે કોષ આબંટન બરાબર વહેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સિવાય ન્યાસી બોર્ડે ક્રિસિલ સિવાય એક અલગ એજન્સી અથવા સલાહકાર નિયુક્ત કરવાને લઈ એક સમિતિમાં નિયોક્તાઓ અને કર્મચારીઓ તરફથી સભ્યોને નામિત કરવાની મંજૂરી આપી દીધી છે. સમિતિ પોર્ટફોલિયો પ્રબંધકોના કામકાજની સમિક્ષા કરશે અને અન્ય કાર્યોમાં રોકાણ સમિતિની મદદ કરશે.
  First published:August 22, 2019, 21:19 pm

  टॉप स्टोरीज