હવે EPFOએ લીધો મોટો નિર્ણય, 6 કરોડ ગ્રાહકોને મળશે લાભ

News18 Gujarati
Updated: March 29, 2020, 9:34 PM IST
હવે EPFOએ લીધો મોટો નિર્ણય, 6 કરોડ ગ્રાહકોને મળશે લાભ
જો કે તેમ છતાં તેને આ પ્રકારની કોઇ છેતરપીંડીનો શિકાર થાવ છો કે ફેક મેસેજની ફરિયાદ કરવા માંગો છો તો તમે શ્રમ મંત્રાલય (Ministry Of Labour and Employment)ના સોશિયલ પ્લેટફોર્મ પર જઇ શકો છો. અહીં તમે તમારી ફરિયાદ દાખલ કરાવી શકો છો.

COVID-19ના કારણે દેશભરમાં લોકડાઉન બાદ રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOને શ્રમ મંત્રાલયે વિશેષ મંજૂરી આપી છે.

  • Share this:
નવી દિલ્હી : COVID-19ના કારણે દેશભરમાં લોકડાઉન બાદ રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOને શ્રમ મંત્રાલયે વિશેષ મંજૂરી આપી છે. ત્યારબાદ હવે 6 કરોડ EPFO મેમ્બર્સ પોતાના ઈપીએફ એકાઉન્ટમાંથી 3 મહિના સુધીની સેલરી અને મોંઘવારી ભથ્થુ નિકાળી શકશે. મંત્રાલયે 28 માર્ચ 2020એ આ એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંડ 1952માં સંશોધનને લઈ નોટિફિકેશન જાહેર કર્યું છે.

કેટલી રકમ નીકાળવાની મળશે મંજૂરી

દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિને જોતા EPFO સબ્સક્રાઈબર્સ પોતાના EPF એકાઉન્ટમાંથી 3 મહિનાની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થુ અથવા કુલ રકમનો 75 ટકા ભાગ નીકાળી શકશો. તેમાંથી જે પણ રકમ ઓછી હશે, તે રકમ નીકાળવાીન મંજૂરી આપવામાં આવશે. મંત્રાલયે આ મામલે જાણકારી આપી છે.

28 માર્ચથી લાગુ કરવામાં આવ્યો નવો નિયમ

કોરોના વાયરસને મહામારી જાહેર કરી દેવામાં આવી છે, ત્યારબાદ હવે દેશની સંસ્થાઓમાં કામ કરનારા કર્મચારીઓ શ્રમ મંત્રાલયના આ નિર્ણયનો લાભ લઈ શકે છે. ઈપીએફ સ્કીમ, 1952માં એક લાઈન જોડવામાં આવી છે, જે 28 માર્ચે 2020થી સંશોધન તરીકે લાગુ કરી દેવામાં આવ્યો છે.

કાર્યાલયોને EPFOએ જાહેર કર્યા નિર્દેશઆ નોટિફિકેશન બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પતાના ક્ષેત્રિય કાર્યાલયોને નિર્દેશ જાહેર કર્યો છે. આ કાર્યાલયોને આદેશ આપવામાં આવ્યો છે કે EPFO સબ્સક્રાઈબર્સ દ્વારા કરવામાં આવેલા ક્લેમને પ્રોસેસ કરવામાં આવ્યો છે.
First published: March 29, 2020, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading