Home /News /business /EPFO ખાતામાં ફ્રીમાં મળે છે રૂ. 7 લાખનું વીમા કવચ, આવી રીતે મળે છે લાભ

EPFO ખાતામાં ફ્રીમાં મળે છે રૂ. 7 લાખનું વીમા કવચ, આવી રીતે મળે છે લાભ

પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સંકટના સમયમાં EPFO દ્વારા પરિવારોને રૂ. 7 લાખના વીમા કવચ આપવામાં આવે છે

    કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સંકટના સમયમાં EPFO દ્વારા પરિવારોને રૂ. 7 લાખના વીમા કવચ આપવામાં આવે છે. PF ખાતાધારક પોતાના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામે તેવા કિસ્સામાં EDLI સ્કીમ હેઠળ રૂ.7 લાખ રૂપિયા સુધીના વીમાને પાત્ર હોય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ PF ખાતાધારકો માટે ડેથ કવર રૂ. 6 લાખ હતું, હવે તેને વધારીને રૂ. 7 લાખ કરવામાં આવ્યું છે.

    શું છે નિયમ?

    EPFO દ્વારા પોતાના સબસ્ક્રાઇબર અને સભ્ય કર્મચારીઓને જીવન વિમાની સુવિધા આપવામાં આવે છે. EPFOના તમામ સબસ્ક્રાઇબર એમ્પ્લોઈઝ ડિપોઝીટ લિંકડ ઇન્સ્યોરન્સ સ્કીમ 1976 (EDLI) હેઠળ વીમા કવચ મેળવે છે. શ્રમ મંત્રી સંતોષ ગંગાવરની અધ્યક્ષતામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)એ 9 સપ્ટેમ્બર, 2020ના રોજ EDLI યોજના હેઠળ મહત્તમ વીમા રકમ વધારીને રૂ.7 લાખ કરવાનો નિર્ણય લીધો હતો. ખાસ બાબત એ છે કે EDLI યોજના હેઠળ ઉપલબ્ધ આ વીમા કવચ માટે PF ખાતા ધારકે અલગથી કોઈ વીમા પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.

    આ પણ વાંચો - LICના આ પ્લાનમાં નાખો પૈસા, માસિક ખર્ચની ચિંતા નહીં, દર મહિને મળશે 9000 રૂપિયા

    પરિવારના સભ્યોને મળે છે પૈસા

    EDLI હેઠળ કર્મચારીની બીમારી, અકસ્માત અથવા કુદરતી મૃત્યુ પછી નોમિની ક્લેમ કરી શકે છે. હવે હવે આ કવર મૃત્યુ પહેલા 12 મહિનાની અંદર એક કરતા વધુ કંપનીમાં કામ કર્યું હોય તેવા કર્મચારીઓના પીડિત પરિવાર માટે પણ ઉપલબ્ધ છે. તેમાં નોમિનીને પેમેન્ટ એકસાથે અપાશે. જો યોજના હેઠળ નોમિનેશન ન થાય તો કર્મચારીની પત્ની, કુંવારી દીકરીઓ અને સગીર પુત્ર ક્લેમ કરી શકશે. કોરોના મહામારીના કારણે પણ જો EPFO સબસ્ક્રાઇબરનું મૃત્યુ થાય તો નોમિની ઇન્સ્યોરન્સ ક્લેમ કરી શકે.

    કંપની પ્રીમિયમ ચૂકવે છે

    આ સ્કીમ હેઠળ કંપની દ્વારા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓના બેઝીક સેલેરી અને ડી.એ.ના 12 ટકા કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ)ને જાય છે. 12 ટકાનો ફાળો પણ કંપની આપે છે. એમ્પ્લોયરના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા કર્મચારી પેન્શન યોજના EPSમાં અને બાકીનું EPFમાં જાય છે. આ ઉપરાંત EDLI સ્કીમમાં માત્ર એમ્પ્લોયર તરફથી પ્રીમિયમ જમા થાય છે. જે કર્મચારીના બેઝીક સેલેરી અને મોંઘવારી ભથ્થાનું 0.50 ટકા છે. અલબત્ત, મહત્તમ બેઝીક સેલેરી લિમિટ રૂ.15 હજાર જ ગણતરીમાં લેવાશે.
    " isDesktop="true" id="1096834" >

    આવી રીતે થાય છે ગણતરી

    EDLI સ્કીમમાં ક્લેમની ગણતરી કર્મચારીના મળેલી છેલ્લા 12 મહિનાની બેઝીક સેલેરી + DAના આધારે થાય છે. તાજેતરમાં થયેલા સુધારા મુજબ હવે આ વીમા કવર માટેનો ક્લેમ છેલ્લો મૂળભૂત પગાર + DA કરતા 35 ગણા હશે, જે અગાઉ 30 ગણો હતો. આ સાથે જ રૂ.1.75 લાખનું મહત્તમ બોનસ રહેશે. અગાઉ તે 1.50 લાખ હતું. આ બોનસ છેલ્લા 12 મહિના દરમિયાન એવેરજ પીએફ બેલેન્સનું 50 ટકા ગણવામાં આવશે. દાખલા તરીકે, છેલ્લા 12 મહિનામાં બેઝીક સેલેરી + DA જો રૂ. 15000 હોય તો વીમા ક્લેમ (35 x 15,000) + 1,75,000= 7 લાખ રૂપિયા થાય, જે મહત્તમ ક્લેમ છે.
    First published:

    Tags: COVID-19, Epfo, કર્મચારી