Home /News /business /EPFO : કર્મચારીનાં મોત બાદ શું પરિવારને મળે છે EDLIનો ફાયદો, જાણો આ વિશે
EPFO : કર્મચારીનાં મોત બાદ શું પરિવારને મળે છે EDLIનો ફાયદો, જાણો આ વિશે
EPFO કર્મચારીનાં મોત બાદ શું પરિવારને મળે છે EDLIનો ફાયદો, જાણો આ વિશે
EPFO:
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રોવિડન્ટ ફંડ (EPF), પેંશન સ્કીમ (EPS) અને ઇશ્યોરન્સ સ્કીમ (EDLI)નો લાભ પોતાનાં સબ્સક્રાઇબર્સને આફે છે. આ માટે કર્મચારીઓએ અલગથી કોઇ કોન્ટ્રિબ્યૂશન નથી કરવાનું રહેતું.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેમનાં કર્મચારીઓને ઘણાં ફાયદા આપે છે. પણ જાણકારીનાં અભાવમાં ઘણાં લોકો આ ફાયદો ઉઠાવી નથી શકતા. કોરોના મહામારીમાં ઘણાં પરિવારો તેમનાં કમાઉ સભ્યને ખોઇ ચુક્યાં છે. જે ઇમોશનલીની સાથે એક ફાઇનાનશિયલ ઝટકો પણ છે. એવામાં ઘણાં એવાં પણ પરિવાર છે જે EPFO સાથે જોડાયેલી આ માહિતીથી અજાણ હોવાથી તેનો લાભ નથી લઇ શકતી. આપને જણાવી દઇએ કે, EPFO પેન્શનની સાથે એમ્પલોઇ ડિપોઢિટ લિંક્ડ ઇનશ્યોરન્સ (EDLI) સ્કીમનો લાભ કર્મચારીઓનાં મૃત્યુ બાદ નોમિનીને આપે છે. ચાલો તે અંગે જાણીએ.
EDLIમાં મળે છે આટલાં રૂપિયાનો લાભ- કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પહેલાં EDLI સ્કીમમાં 2 લાખ 50 હજાર રૂપિયાનાં મિનિમમ વીમા કંપનસેશન આપે છે. જેને 28 એપ્રિલ 2021નાં વધારીને સરકારનાં 6થી 7 લાખ રૂપિયા કરી દીધા છે. આ કંપનસેશન મેળવવામાં કેટલીક શરતોને પૂર્ણ કરવાની રહે છે.
EPFO આપે છે સુવિધા- કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રોવિન્ડટ ફંડ (EPF), પેન્શન સ્કીમ (EPS) અને ઇંશ્યોરન્સ સ્કીમ (EDLI)નો લાભ આપનાં સબ્સક્રાઇબર્સને આપે છે. આ માટે કર્મચારીઓને અલગથી કોઇ કોન્ટ્રિબ્યૂશન નથી કરવાનું રહેતું. જે કર્મચારી ઓર્ગેનાઇઝ્ડ ગ્રુપમાં કામ કરે છે તેમની સેલરી અને ડીએનાં 12 ટકા ભાગ EPFમાં જાય છે. અને 12 ટકા ભાગ કંપની દ્વારા આપવામાં આવે છે.
આમ નક્કી થાય છે EDLIની રકમ- કોઇ કર્મચારીનું મોત થાય તો તે બાદ તેનાં મોમિનીને ગત 12 મહિનાની સેલરીનાં 30 ગણાં રાશિ 20 ટકા બોનસ સાથે મળે છે. એટલે કે કોઇની બેઝિક સેલરી 15 હજાર રૂપિયા છે તો 30×15000 = 4,50,000 રૂપિયા મળશે. આ ઉપરાંત બોનસ અમાઉન્ટ 2,50,000 પણ ક્લેઇમ કરવામાં આવી શકે છે. એટલે કે નોમિનીને કુલ 7 લાખ રૂપિયા મળશે.
કેવી રીતે થાય છે ક્લેઇમ- જો EPF સબ્સક્રાઇબરનું અછાનક મોત થઇ ઝાય છે તો, નોમિનીને EPFOનું ફોર્મ- 5IF ભરી ડેથ સર્ટિફિકેટ લગાવી epfoની ઓફિસમાં સબમિટ કરવાનું રહે છે. જેની ચુકવણી 30 દિવસની અંદર EPFO દ્વારા બેંક ખાતામાં કરવામાં આવે છે. જો PM અખાઉન્ટમાં કોઇ નોમિની ન હોય તો કાયદાકીયર રીતે તેનો ઉત્તરાધિકારી આ અમાઉન્ટ ક્લેમ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર