વૈશ્વિક મહામારી વચ્ચે ફેબ્રુઆરીમાં 12.37 લાખ લોકોને મળી રોજગારી : EPFO

વૈશ્વિક મહામારી વચ્ચે ફેબ્રુઆરીમાં 12.37 લાખ લોકોને મળી રોજગારી : EPFO
સમગ્ર દેશમાં કોરોના મહામારીની અસર જોવા મળી રહી છે. કોરોનાને કારણે લાખો લોકોની નોકરી જતી રહી છે. આ પરિસ્થિતિમાં એક રાહતના સમાચાર પણ આવ્યા

સમગ્ર દેશમાં કોરોના મહામારીની અસર જોવા મળી રહી છે. કોરોનાને કારણે લાખો લોકોની નોકરી જતી રહી છે. આ પરિસ્થિતિમાં એક રાહતના સમાચાર પણ આવ્યા

  • Share this:
નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના મહામારીની અસર જોવા મળી રહી છે. કોરોનાને કારણે લાખો લોકોની નોકરી જતી રહી છે. આ પરિસ્થિતિમાં એક રાહતના સમાચાર પણ આવ્યા છે. ફેબ્રુઆરીમાં 12.37 લાખ લોકોને રોજગારી મળી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને(EPFO) આ વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે ફેબ્રુઆરીમાં 20 ટકા નવા સબસ્ક્રાઈબર્સ જોડાયા છે.

શ્રમ મંત્રાલયે પ્રોવિઝનલ પેરોલ(નિયમિત વેતન પર રાખવામાં આવતા કર્મચારી) અંગે નિવેદન આપ્યું છે. EPFOના ડેટા અનુસાર ફેબ્રુઆરી 2021માં 12.37 લાખ સબસ્ક્રાઈબર્સ જોડાયા છે. જાન્યુઆરી 2021 કરતા ફેબ્રુઆરીમાં સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં 3.52 ટકાનો વધારો થયો છે.શ્રમ મંત્રાલયે આપી જાણકારી

શ્રમ મંત્રાલયે વધુ જાણકારી આપતા જણાવ્યું કે ફેબ્રુઆરી 2020ની તુલનામાં ફેબ્રુઆરી 2021માં પેરોલ આંકડામાં 19.63 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી 2021માં જોડાયેલ 12.37 લાખ ગ્રાહકમાં 7.56 લાખ નવા સભ્યોને EPFOની સામાજિક સુરક્ષાનું સ્તર પૂરુ પાડવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં 11.95 લાખ લોકોને રોજગારી મળી છે.

આ પણ વાંચો - દેશના ત્રણ મોટા ડૉક્ટર્સે જણાવ્યું, કોરોનાને કેવી રીતે આપવી માત, રેમડેસિવીર રામબાણ નથી

કોરોના મહામારી દરમ્યાન EPFOએ વર્ષ 2020-21 દરમ્યાન અંદાજિત 69.58 લાખ સબસ્ક્રાઈબર્સ જોડાયા છે. વર્ષ 2019-20 દરમ્યાન 78.58 લાખ નવા સબસ્ક્રાઈબર્સ જોડાયા હતા, જે તેની પહેલાના ફિસ્કલ યર 2018-19માં 61.12 લાખ સબસ્ક્રાઈબર્સ હતા.

4.81 લાખ લોકોને PF ટ્રાન્સફર કરવામાં આવ્યું

4.81 લાખ ગ્રાહકને આ યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમની નોકરી બદલાતા બીજી કંપનીઓમાં નોકરી કરી અને ત્યાં PFની રકમને ટ્રાંસફર કરવામાં આવી છે. તેમણે EPFO ખાતામાંથી પૈસા કાઢવાની જગ્યાએ તેને તે રીતે જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
Published by:News18 Gujarati
First published:April 21, 2021, 18:55 pm

ટૉપ ન્યૂઝ