ન્યૂઝ18 ગુજરાતી: સરકારી નોકરી કોઇપણ વ્યક્તિની પ્રાથમિકતા હોય છે. EPFO એટલે કે એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ ઓફિસમાં આસિસ્ટંટ પદ માટે વેકન્સી છે. આ માટે 280 પદ પર ભરતી થવાની છે. આ પદ પર આવેદન કરવા માટે ઉમેદવારનું કોઇપણ વિષયમાં સ્નાતક હોવું અનિવાર્ય છે. ઓનલાઇન આવેદનની પ્રક્રિયા પણ ચાલુ છે. આવેદન કરવાની અંતિમ તારીખ 25 જૂન 2019 છે. જો આપ આ પદ પર આવેદન કરવા ઇચ્છૂક છો તો નીચે આપેલી માહિતી ધ્યાનથી વાંચીને અપ્લાય કરી શકશો.
કૂલ પદની સંખ્યા- 280 પદ યોગ્યતા- ઉમેદવાર માન્યતા પ્રાપ્ત સંસ્થા/વિશ્વવિધ્યાલયમાંથી કોઇપણ વિષયમાં ડિગ્રી મેળવેલ હોવો જોઇએ. સેલરી- 44,900 રૂપિયા ઉંમર- 25 જૂન 2019નાં ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઇએ. શું આધારે થશે પસંદગી- યોગ્ય ઉમેદવારની પસંદગી પ્રારંભિક પરિક્ષા અને મુખ્ય પરિક્ષાને આધારે થશે. પ્રારંભિક પરિક્ષામાં 100 બહુવિકલ્પીય પ્રશ્ન પુછવામાં આવશે. પરિક્ષામાં ઇંગ્લિશ લેંગ્વેજ, રીજનિંગ એબિલિટી અને ન્યૂમેરિકલ એબિલિટી સંબંધિત પ્રશ્ન પુછવામાં આવશે. પ્રારંભિક પરિક્ષા પાસ કરનારાને મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. ઉમેદાવરે મુખ્ય પરિક્ષામાં બહુવિકલ્પિય અને લેખિત પ્રશ્નોનાં ઉત્તર આપવાનાં રહેશે.
Step 5: તમામ માહિતી ભરાઇ જાય એટલે ‘SUBMIT’ બટન પર ક્લિક કરો.
Step 6: આ એપ્લિકેશન ભરવા બદલ તમને E-મેઇલ દ્વારા એક કન્ફરમેશનનો મેસેજ આવશે.
આ વાત યાદ રાખશો કે, EPFO રિકરુટમેન્ટ 2019માં ભરતી કરતાં સમયે એટલે કે, 25 જૂન, 2019નાં રોજ ફોર્મભરનારની ઉંમર 20થી 27 વર્ષની અંદર હોય. SC/ST/OBC અને ગર્વન્મેન્ટ એમ્પલોઇ અને દિવ્યાંગ માટે ઉંમરની સિમા બાધ્ય નથી.