નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં સૌથી અધિક લોકો સંક્રમિત થયા છે. એકતરફ લોકો કોરોના સંક્રમણથી લડી રહ્યા છે, બીજી તરફ લોકો અધિક ખર્ચના કારણે અધિક ચિંતિત છે. એવામાં સેલેરાઈડ ક્લાસના લોકોને રાહત મળી છે. કર્મચારી ભવિષ્ય નિધિ ખાતા ધરાવતા કર્મચારી પૈસા મેળવી શકે છે અથવા મેડિકલ ગ્રાઉન્ડ પર લોન લઈ શકે છે.
શેના માટે પૈસા કાઢી શકે છે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નિર્ધારિત માપદંડ અનુસાર, કર્મચારી ચિકિત્સા ઇમરજન્સી, ઘરનિર્માણ અથવા નવા ઘરની ખરીદી માટે, ઘરના રિનોવેશન માટે, હોમ લોનની ચૂકવણી અને લગ્ન માટે પૈસા મેળવી શકે છે. ઘર માટે જમીન અથવા મકાન ખરીદવા માટે PF ખાતામાંથી 90 ટકા સુધીની રકમ મેળવી શકે છે.
EPF વિડ્રોઅલના નિયમ
જે લોકો કોવિડ-19ની સારવાર માટે પૈસા મેળવવા માંગે છે તેઓ તેમના પતિ કે પત્ની, ઘરના સભ્ય, માતા-પિતા અથવા બાળકો માટેની ચિકિત્સા આપાતકાળની સ્થિતિમાં પૈસા પરત મેળવી શકે છે. જો કોઈ કર્મચારી કે તેના માતા-પિતા, પતિ-પત્ની અથવા બાળકો કોરોનાને કારણે બીમાર પડ્યા છે તો તે સભ્યો EPFમાંથી રકમ મેળવી શકે છે. આ પ્રકારે EPF વિડ્રોઅલ પર કોઈ લોક-ઈન અવધિ કે ન્યૂનતમ સેવા અવધિ લાગુ પડતી નથી.