નવી દિલ્હી. રોકાણ માટેના અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવાને કારણે મોટાભાગના રોકાણકારો (Investors) મૂંઝવણમાં હોય છે કે રોકાણ શેમાં કરવું? EPF અને NPS સૌથી વધુ પ્રચલિત રોકાણ માટેનો વિકલ્પ છે. પરંતુ બંનેમાંથી કયો વિકલ્પ સૌથી વધુ યોગ્ય છે જેના દ્વારા યોગ્ય રિટર્ન (Investment Return) મળે છે? અનેક પ્રકારના મુદ્દાઓના આધાર પર તમે આ નિર્ણય કરી શકો છો કે શેમાં રોકાણ કરવું?
EPFમાં યોગદાન
પ્રોવિડંટ ફંડ (Provident Fund) સાથે જોડાયેલ અનેક દાયકાઓથી અને 20થી અધિક કર્મચારીઓ યુક્ત કંપનીઓ માસિક 15 હજારથી ઓછા પગાર ધરાવતા કર્મચારીને આ ઓફર કરવી અનિવાર્ય છે. જેમાં આ મર્યાદાથી અધિક બેઝિક પગાર ધરાવતા કર્મચારી પણ આનો લાભ લઈ શકે છે.
EPFમાં પગારમાંથી પીએફ ન્યૂનતમ 12 ટકા હોય છે, જે બેઝિક સેલેરી, મોંઘવારી ભથ્થુ, ફૂડ કંસેશનની રોકડ વેલ્યુ પ્રાપ્ત થાય છે. કર્મીઓની ઈચ્છા અનુસાર 15 હજારના 12 ટકા એટલે કે માસિક રૂ. 1800 સુધી સીમિત કરી શકાય છે.
NPS ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પેંશન કમ ઈન્વેસ્ટમેન્ટ છે. ભારતીય નાગરિક અને ઓવરસીજ સિટીઝન ઓફ ઈંડિયા કાર્ડ હોલ્ડર્સ રોકાણ કરી શકે છે. NPS એક વોલંટરી કોન્ટ્રીબ્યુશન યોજના છે, જેમાં Tier-1માં રૂ. 500 અને Tier-2માં ન્યૂનતમ રૂ. 1000નું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. જેમાં કોઈપણ વ્યક્તિગતરૂપે કર્મચારી દ્વારા જોડાઈ શકે છે.
NPS (Tier 1) પર કર કપાત
• નિયમિત ટેક્સ સિસ્ટમ હેઠળ કર્મચારી દ્વારા રૂ.1.5 લાખ સુધી NPS (Tier 1)માં કોન્ટ્રીબ્યુશન કુલ આવકમાંથી કપાઈ શકે છે. • નિયમિત ટેક્સ સિસ્ટમ હેઠળ કર્મચારીના રૂ.50 હજારનું પોતાની કોન્ટ્રીબ્યુશન કુલ આવકમાંથી કપાઈ શકે છે. • સરળ ટેક્સ સિસ્ટમન વાત કરવામાં આવે તો માત્ર કર્મચારી દ્વારા બેઝિક સેલેરીના 10 ટકા સુધી કોન્ટ્રીબ્યુશન કપાઈ શકે છે. • NPS સબસ્ક્રાઈબર્સના 60 વર્ષ થવા પર તેમને 60 ટકા રકમ લેવાની મંજૂરી મળે છે. બાકી વધેલ 40 ટકા રકમ એન્યૂટીના રૂપમાં વ્યક્તિગતરૂપે આપવામાં આવે છે. જે બાદ યોજનાનો ભાગ બનવાના 10 વર્ષ પછી 25 ટકા સુધીની રક પ્રાપ્ત કરવાની મંજૂરી મળે છે.
EPF પર કર કપાત
• EPFમાં નિયમિત ટેક્સ સિસ્ટમ હેઠળ કુલ આવકમાંથી રૂ.1.5 લાખ સુધી કર્મચારી કોન્ટ્રીબ્યુશન કપાઈ શકે છે. જે સિવાય બેઝિક સેલેરીના 12 ટકા સુધીની કર્મચારી કોન્ટ્રીબ્યુશનની અનુમતિ છે. • સિમ્પલીફાઈડ ટેક્સ સિસ્ટમ હેઠળ EPFમાં કોઈ કપાત મળતી નથી. • પોસ્ટ સેશન ઓફ એમ્પલોયમેન્ટ પર મળેલ વ્યાજ ટેક્સેબલ છે. • કામના સ્થળ પર જો કર્મચારી પાંચ વર્ષ કરતા ઓછા વર્ષ કાર્ય કરે છે અને તે EPFમાંથી કોઈ રકમ કાઢે છે તો તેના પર ટેક્સ આપવાનો રહે છે. પણ જો કર્મચારી બીમાર અથવા નબળી નાણાકીય પરિસ્થિતિમાં છે અને કર્મચારીએ સતત નોકરી નથી કરી તો તેણે ટેક્સ આપવાનો નથી રહેતો. (અહીંયા ધ્યાન રાખવું કે જો EPF કે NPS ફંડમાં 7.5 લાખ કોન્ટ્રીબ્યુશન હોય છે તો તેણે ટેક્સ ચુકવવાનો રહે છે.)
નાણાકીય બિલ 2021માં રજૂ કરવામાં આવ્યું છે કે પ્રોવિડંટ ફંડમાં કર્મચારી કોન્ટ્રીબ્યુશન જો 2.5 લાખથી વધુ હોય, તો તેણે રિટર્ન પર ટેક્સ ચૂકવવાનો રહે છે. જેનો પ્રભાવ એવા લોકો પર પડશે જેની આવક વધુ છે અને અધિક બેઝિક સેલેરીના આધાર પર કોન્ટ્રીબ્યુશન કરે છે અથવા સ્વતંત્ર રૂપે વધુ કોન્ટ્રીબ્યુશન કરે છે. સામાન્ય રીતે તેનો પ્રભાવ વધુ નહીં પડે અને EPF હજુ પણ એક આકર્ષક વિકલ્પ છે.
" isDesktop="true" id="1080291" >
EPF પર ફિક્સ્ડ દર પર રિટર્ન
કેન્દ્ર સરકાર પીએફના વ્યાજ દરનું એલાન કરે છે તથા તે હેઠળ મળતું રિટર્ન સરકાર નક્કી કરે છે. એનપીએસ પર મળતું રિટર્ન એનએવી પર નિર્ભર કરે છે. પીએફમાં નિશ્ચિત રિટર્ન મળે છે અને રોકાણ લગભાગ સુરક્ષિત રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર