એપ્રિલ 2021થી પીએફ સાથે જોડાયેલા નિયમોમાં મોટો બદલાવ થયો છે. નાણાંકીય વર્ષ 2021ના બજેટમાં નાણાંમંત્રી નિર્મળ સિતારમણે EPFમાં વાર્ષિક 2.50 લાખથી વધુ જમા થવા પર ટેક્સ સ્લેબ બનાવ્યો હતો. એટલે કે વર્ષી 2.50 લાખ EPF ખાતામાં મળતા વ્યાજ પર હવે નોર્મલ રેટ્સ અનુસાર ઈન્ક્મ ટેક્સ વસૂલવામાં આવશે. જોકે, આ નિયમ માત્ર કર્મચારીઓના કોન્ટ્રીબ્યુશન પર લાગુ થશે. PFમાં એમ્પ્લોયરના કોન્ટ્રીબ્યુશન પર આ નિયમની કોઈ અસર નહીં થાય.
જોકે, તેમાં કેટલીક કંપનીઓ મૂંઝવણમાં છે. જેને લઈને કેટલાક કર્મચારીઓ અને ટેક્સના નિષ્ણાંતોએ આ માટે થોડા સમયની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત વાર્ષિક બજેટમાં નાણાંમંત્રી નિર્મળ સીતારમણે પ્રોવિડન્ટ ફંડ, નેશનલ પેંશન સ્કીમમાં ગ્રાહકના યોગદાન અંગે નિર્ણય લીધો હતો. તેમજ વાર્ષિક 7.5 લાખથી વધુના સુપરએનુએશન ફંડને મંજૂરી આપી હતી. મહત્વનું છે કે, નમોરથ બ્લોકમાં આયકર અધિકારીઓને આ નિયમ તૈયાર કરવામાં 13 મહિનાનો સમાયું લાગ્યો હતો. આ નિયમ 5 માર્ચે લાગુ કરાયો હતો.
એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ અને Voluntary Provident Fund (VPF) પર મળનારા વ્યાજ માટે ટેક્સ છૂટની સીમા નક્કી કરવામાં આવી છે. જેમાં 2.5 લાખના કોન્ટ્રીબ્યુશનના વ્યાજ પર હવે નોર્મલ ઈન્ક્મ ટેક્સ ચૂકવવો પડશે.
જાણો, પહેલા શું હતો નિયમ
અગાઉના નિયમો મુજબ, EPF, VPF અને એગજેમ્પ્ટેડ પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટના વ્યાજ પર ઈન્ક્મ ટેકસમાં છૂટ મળી છે. ભલે તમારું PF કોન્ટ્રીબ્યુશન ગમે તેટલું વધુ હોય.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના આ નિયમની સીધી અસર વધુ પગાર ધરાવતા લોકો પર પડશે. જેઓ ટેક્સ ફ્રી ઇંટ્રેસ્ટ માટે VPFનો ઉપયોગ કરે છે. પીએફ નિયમો અનુસાર, કંપનીનું યોગદાન બેઝિક સેલરીના 12 ટકા નક્કી કરવામાં આવ્યું છે. જોકે, કોઈ પણ કર્મચારી પોતાની ઈચ્છા અનુસાર યોગદાન વધારી શકે છે.
કેટલા કર્મચારીઓ પર પડશે અસર?
કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયની અસર લગભગ એક ટકાથી પણ ઓછા કર્મચારીઓ પર પડશે.કારણ કે EPFમાં વાર્ષિક 2.5 લાખથી વધુ યોગદાન હોય તેવા કર્મચારીઓની સંખ્યા 1 ટકાથી પણ ઓછી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર