6 કરોડ નોકરીયાતોને મોટો આંચકો! EPFOએ PFનો વ્યાજ દર 0.15 ટકા ઘટાડ્યો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

EPFOએ નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ દર 8.65 ટકાથી ઘટાડીને 8.50 ટકા કરી દીધો છે

EPFOએ નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ દર 8.65 ટકાથી ઘટાડીને 8.50 ટકા કરી દીધો છે

 • Share this:
  નવી દિલ્હી : આપના પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) પર વ્યાજ દરોને લઈને નિર્ણય લેવાઈ ચૂક્યો છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ દરો 8.65 ટકાથી ઘટાડીને 8.50 ટકા કરી દેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, CBT જ પીએફના વ્યાજ દરોને લઈને નિર્ણય લે છે અને આ નિર્ણયને નાણા મંત્રાલયની સહમતિની જરૂર નથી. કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ આવતા કર્મચારીઓના મૂળ પગાર (મૂળ પગાર + મોંઘવારી ભથ્થા)ના 12 ટકા પીએફમાં જાય છે. આટલું યોગદાન કંપની પણ કરે છે. પરંતુ કંપનીના 12 ટકા યોગદાનમાં 8.33 ટકા EPS (Employee Pension Scheme)માં જાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ તેમાં મૂળ પગારના 1.16 ટકાનું યોગદાન આપે છે.

  PF પર વ્યાજ ઘટવાથી શું અસર થશે?

  EPFO પોતાના એન્યુઅલ એક્રુઅલ્સનો 85 ટકા હિસ્સો ડેટા માર્કેટમાં અને 15 ટકા હિસ્સો એક્સચેન્જ ફંડ્સ દ્વારા ઈક્વિટિઝમાં રોકે છે. ગયા વર્ષે માર્ચના અંતમાં ઇક્વિટિઝમાં EPFOનું કુલ રોકાણ 74,324 કરોડ રૂપિયા હતું અને તેને 14.72 ટકાનું રિટર્ન મળતું હતું. જોકે સરકારે એવું પણ ધ્યાન રાખવાનું હોય છે કે પીએફ પર વ્યાજ દર ઘટવાથી કર્મચારીઓનું સેન્ટીમેન્ટ ખરાબ થશે. કારણ કે હવે તેમનો ઓછો નફો મળશે.  EPFO પર વ્યાજ દર એક મોટું સેન્ટીમેન્ટ બૂસ્ટર રહ્યું છે. તેમાં હાલમાં કોઈ પણ ઘટાડો એમ્પોઈ સેન્ટીમેન્ટને ખરાબ કરી શકે છે. લેબર મિન‍િસ્ટરની અધ્યક્ષતાવાળા બોર્ડ EPFOમાં નિર્ણય લેનારી CBT છે. EPFOના 6 કરોઢ એક્ટિવ સબ્સક્રાઇબર છે.

  આ પણ વાંચો, Flipkartના કો-ફાઉન્ડર સચિન બંસલ પર પત્નીએ લગાવ્યો દહેજ ઉત્પીડનનો આરોપ, FIR દાખલ

  કયા વર્ષ, કેટલા હતા વ્યાજ દરો?

  - નાણાકીય વર્ષ 2019-20 વ્યાજ દર 8.50%
  - નાણાકીય વર્ષ 2018-19 વ્યાજ દર 8.65%
  - નાણાકીય વર્ષ 2017-18 વ્યાજ દર 8.55%
  - નાણાકીય વર્ષ 2016-17 વ્યાજ દર 8.65%
  - નાણાકીય વર્ષ 2015-16 વ્યાજ દર 8.8%
  - નાણાકીય વર્ષ 2014-15 વ્યાજ દર 8.75%
  - નાણાકીય વર્ષ 2013-14 વ્યાજ દર 8.75%

  વ્યાજ દરો કેમ ઘટ્યા?

  મીડિયા રિપોર્ટસ મુજબ, EPFOએ 18 લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે. તેમાંથી લગભગ 4500 કરોડ રૂપિયા દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFC) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ (IL&FS)માં લગાવ્યા છે. આ બંને ચૂકવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. ડીએચએફએલ બેકરપ્સી રિઝોલ્યૂશન પ્રોસેસથી પસાર થઈ રહી છે બીજી તરફ IL&FSને સરકારની દેખરેખ હેઠળ વેચવાનું કામ ચાલી રહ્યું છે.

  આ પણ વાંચો, Jet Airwaysના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના ઘરે EDના દરોડા, મોડી રાત સુધી થઈ પૂછપરછ
  Published by:Mrunal Bhojak
  First published: