Home /News /business /IPO હોય તો આવો! લિસ્ટ થયાના 13 દિવસમાં રોકાણકારોના રુપિયા ડબલ

IPO હોય તો આવો! લિસ્ટ થયાના 13 દિવસમાં રોકાણકારોના રુપિયા ડબલ

શેરબજારમાં છેલ્લા એક અઠવાડિયાથી બેફામ ઘટાડો છે પરંતુ આ શેરમાં તો ચાંદી જ ચાંદી છે.

EP Biocomposites ના શેરને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લોન્ચ થયાને હજુ 13 દિવસ થયા છે ત્યાં રોકાણકારોના રુપિયા ડબલ કરી દીધા છે. આ કંપની એક સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ છે. કંપનીએ પોતાના આઈપીઓમાં ઈશ્યુ પ્રાઈસ 125 રુપિયા નક્કી કર્યો હતો જે લિસ્ટ થયા પછી સતત અપર સર્કિટ લાગતા લાગતા 29 સપ્ટેમ્બરના રોજ 346.95 પર પહોંચી ગયો હતો.

વધુ જુઓ ...
    મુંબઈઃ ઈપી બાયોકંપોઝિટ્સ (EP Biocomposites)ને બોમ્બ સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થયાને હજુ 13 દિવસનો સમય થયો છે અને એટલા સમયમાં તેણે રોકાણકારોના રુપિયા ડબલ કરી દીધા છે. તો જેમને આઈપીઓમાં આ શેર લાગ્યા હતા તેમના રુપિયા અઢી ગણા વધી ગયા છે. બીજી એક ધ્યાન પર લેવા જેવી વાત એ છે કે ઈપી બાયોકંપોઝિટ્સના શેરમાં 13 સપ્ટેમ્બરના રોજ લિસ્ટ થયા પછી સતત અપર સર્કિટ લાગી રહી છે.

    આ પણ વાંચોઃ એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

    EP Biocomposites એક સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ છે, જે પાછલા મહિને 13 સપ્ટેમ્બરના રોજ BSE SME પર લિસ્ટ થઈ હતી. કંપનીએ આઈપીઓમાં ઈશ્યુ પ્રાઈસ 125 રુપિયા પ્રતિ શેર રાખ્યો હતો. જોકે કંપનીના શેર પ્રીમિયમ સાથે લિસ્ટ થા હતા અને પહેલા દિવસે લગભગ 27 ટકા વધીને 168.25 પર બંધ થયા હતા. આ તેની પહેલી અપર સર્કિટ હતી. ત્યારથી અત્યાર સુધી આ શેરમાં 12 દિવસના કારોબરામાં દરરોજ અપર સર્કિટ લાગી છે.

    આ પણ વાંચોઃ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો, સતત ચોથીવાર વધારા બાદ વ્યાજ દર 5.90 ટકા પહોંચ્યો

    કંપનીના શેર ગુરુવારે 10 ટકાની અપર સર્કિટ સાથે 346.95 રુપિયા પર બંધ થયા હતા. આ રીતે જો કોઈ રોકાણકારે ઈપી બાયોકંપોઝિટના લિસ્ટિંગના દિવસે તેમાં રોકાણ કર્યું હોત તો ફક્ત 12 દિવસાં તેમને 105 ટકાનું રિટર્ન મળ્યું હોત. તો જે રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ કર્યું હોત અને તેને શેર લાગ્યા હોત તો તેમનું રોકાણ અઢી ગણું થઈ ગયું હોત.

    કેમ આ શેરમાં છે આટલી તેજી


    ઈપી બાયોકંપોઝિટ્સના શેર હાલમાં વિદેશી રોકાણકારોના ફોકસમાં હતા. સિંગાપોરમાં હેડ ઓફિસ ધરાવતા વિદેશી ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર નવ કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડે ગત સપ્તાહમાં 22 સપ્ટેમ્બરના રોજ લગભગ 12000 શેર ખરીદ્યા હતા. નવ કેપિટલ ઇમર્જીંગ ફેડ આ શેર લગભગ 224.15 રુપિયાના ભાવ પર ખરીદ્યા હતા. તેનો અર્થ છે આ ફંડે કંપનીમાં લગભગ 27 લાખ રુપિયાનું રોકાણ કર્યું હતું. ઈપી કંપોઝિટ ફાઈબર પ્રબલિત પોલિમર મેન્યુફેક્ચરર અને સપ્લાયર છે. આ કંપનીને બે વર્ષ પહેલા 2020માં સ્થાપિત કરવામાં આવી હતી.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Multibagger Penny Stock, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन