નવી દિલ્હીઃ આજે સવારે બજાર તેજી સાથે ખૂલતા થોડી વારમાં જ તેની તેજી ધોવાઈ ગઈ હતી. ત્યારપછી નિફ્ટી અને સેન્સેક્સ સપાટ કારોબાર કરતા જોવા મળ્યા હતા. નિફ્ટી હજુ પણ 18,000ની નીચેના સ્તર પર જ કારોબાર કરી રહ્યુ છે. ત્યારે બીજી બાજું સેન્સેક્સ પણ તેના ઓપન ભાવ કરતા થોડી નીચેની તરફ બંધ થયો છે. આજના ક્લોઝિંગની વાત કરીએ, તો સેન્સેક્સ 9.98 અંક ઘટીને 60105.50 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી પણ 18.50 અંકોના ઘટાડા સાથે 17895.70 પર બંધ થઈ છે.
સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 9.98 પોઈન્ટ નબળો પડ્યો છે. તેમજ નિફ્ટી પણ 18.50 અંક તૂટીને 17895 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ગઈ કાલની વાત કરીએ તો તેની સરખામણીએ આજે બજાર વધારે પડતું દેખાયું છે.
આજે બજારમાં ઘટાડો થયો કારણ કે, વેપારીઓએ કેન્દ્રીય બેંકોના વ્યાજ દર-વૃદ્ધિ યોજનાઓ પર સંકેત આપવા માટે સપ્તાહના અંતમાં સ્થાનિક અને અમેરિકી ઉપભોક્તા મૂલ્ય ડેટાની રાહ જોઈ.
ત્યારે આજના દિવસમાં નીચે આપેલા શેર્સ NIFTY50 ટોપ ગેઇનર્સ
આ છે આજના ટોપ લૂઝર્સ શેર્સ NIFTY50
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર