નવી દિલ્હી : યસ બેંક નાણાકીય કટોકટી (Yes Bank Financial Crisis)નો સામનો કરી રહી છે ત્યારે લાખોની સંખ્યામાં ખાતાધારકો ચિંતામાં મૂકાયા છે. જોકે, સરકારે ધરપત આપી છે કે કોઈ પણ ખાતાધારકના પૈસા નહીં ડૂબે. આ દરમિયાન શનિવારે બેંકના સ્થાપક રાણા કપૂર (Rana kapoor)ના મુંબઈના આવાસ પર દરોડાં કરવામાં આવ્યા હતા. ઇડીએ (ED) રાણા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ પણ કર્યો છે. આ ઉપરાંત રાણા વિરુદ્ધ લુક આઉટ નોટિસ (Lookout Notice Against Rana Kapoor) પણ જાહેર કરવામાં આવી છે. આથી સ્વાભાવિક રીતે સવાલ થાય કે આખરે રાણા કપૂર ક્યાં છે?
દેશ કે વિદેશ?
ગત દિવસોમાં કહેવામાં આવ્યું હતું કે રાણા ભારતમાં નથી, તેઓ બ્રિટન જતા રહ્યા છે. પરંતુ શુક્રવારે અનેક મીડિયા હાઉસે તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી. ધ પ્રિન્ટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ કે તેઓ ભારતમાં જ છે, ક્યાંક ભાગ્યા નથી. તેમણે કહ્યું, "હું ચાર મહિના પહેલા બે અઠવાડિયા માટે લંડન ગયો હતો. હકીકતમાં મારી દીકરીના ઘરે પારણું બંધાયું છે, આ માટે હું તેના ખબરઅંતર પૂછવા માટે ગયો હતો." આ પણ વાંચો : યસ બેંકના કેસ પછી સરકાર અન્ય બેંકો પર પણ રાખી રહી છે નજર: સૂત્ર
નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે સાંજે યસ બેંક પર નાણાકીય પ્રતિબંધ મૂકી દીધો હતો. જે બાદમાં કોઈ પણ ખાતધારક એક મહિના સુધી તેના ખાતામાંથી 50 હજારથી વધારે રકમ નહીં ઉપાડી શકે. રાણા કપૂરે આરબીઆઈના આ પગલાં પર કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે ફોન પર કહ્યું કે, "હું છેલ્લા 14 મહિનાથી યસ બેંકના કોઈ પણ કામમાં સામેલ નથી. આથી મને કોઈ પણ ફેરફાર અંગે જાણકારી નથી. તમે બેંકના ચેરમેન બ્રહ્મ દત્ત અને સીઈઓ રનવીત ગિલ સાથે વાતચીત કરી શકો છો."
નોંધનીય છે કે રિઝર્વ બેંકે રાણા કપૂરને ઓગસ્ટ 2018માં પોતાના પદ પરથી હટી જવાનું કહ્યું હતું. આ માટે તેમણે 31મી જાન્યુઆરી 2019ના રોજ પોતાનું પદ છોડી દીધું હતું. ઓક્ટોબર 2019માં હાલત એવી થઈ કે રાણા કપૂર અને તેના જૂથની ભાગીદારી ઘટીને 4.72 ટકા રહી ગઈ હતી.
" isDesktop="true" id="964505" >
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર