Post Officeમાં અનેક પદો પર આવી ભરતી, જો તમે 10-12 પાસ છો, તો આ રીતે કરો અરજી

પોસ્ટ ઓફિસમાં ભરતી

પોસ્ટ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના કેડરમાં ભરતી કાઢી છે. જો તમે આમાંથી કોઈપણ પોસ્ટ માટે અરજી કરવી હોય તો, તો તમે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય પોસ્ટ ઓફિસ તમને કોરોના સંકટ વચ્ચે સરકારી નોકરી મેળવવાની તક આપે છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ વિભાગે ઘણી જગ્યાઓ પર ભરતી હાથ ધરી છે. ભારતીય ડાક વિભાગના પંજાબ સર્કલે પોસ્ટ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના કેડરમાં ભરતી કાઢી છે. જો તમે આમાંથી કોઈપણ પોસ્ટ માટે અરજી કરવી હોય તો, તો તમે ઈન્ડીયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી કરવી પડશે. આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2021 છે.

    ઉમેદવારો સીધા https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx પર વિઝિટ કરીને અરજી કરી શકો છો. જો તમે નોટિફિકેશન જોવા માંગતા હો, તો પછી તમે આ લિંક https://www.indiapost.gov.in/VAS/Pages/Rec بھرte/IP_09072021_Punjab.pdf જોઈ શકો છો. પોસ્ટલ વિભાગમાં કુલ 57 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે.

    જાણો કઈ પોસ્ટ પર કેટલી ખાલી જગ્યાઓ છે

    પોસ્ટ વિભાગના પંજાબ સર્કલમાં પોસ્ટલ સહાયક માટે 45 પદ પર નિમણૂક થવાની છે. ત્યારે, સર્ટિંગ સહાયકની 9 જગ્યાઓ ખાલી છે. આ સિવાય મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 3 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

    આ પણ વાંચો - સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, DAના વધારા સાથે 300 રજાઓની પણ મળી શકે છે Gift!

    અરજદારની પાત્રતા શું હોવી જોઈએ

    જો તમે ટપાલ સહાયક અથવા સર્ટિંગ સહાયક માટે અરજી કરવા માંગો છો, તો તમારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ અથવા તેના સમકક્ષ હોવું જોઈએ. આ સાથે, અરજદારે કોઈ માન્ય સંસ્થા દ્વારા કમ્પ્યુટરનું બેસિક નોલેજ પણ મેળવેલું હોવું જોઈએ. ત્યારે, મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ માટે, 10મું પાસ હોવું જરૂરી છે. આ ઉપરાંત, સ્થાનિક ભાષાનું જ્ઞાન પણ ખૂબ મહત્વનું છે.

    આ પણ વાંચો - Mahindraની ઇલેક્ટ્રિક EKUV100 કાર ટૂંક સમયમાં થશે લોન્ચ, કેટલી હશે કિંમત? શું છે ડ્રાઈવીંગ રેન્જ

    અરજદારની ઉંમર 27 વર્ષ સુધીની હોવી જોઈએ

    ટપાલ સહાયક, સોર્ટિંગ સહાયક માટે અરજદારોની ઉંમર 18 થી 27 વર્ષ હોવી જોઈએ. ત્યારે, મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ માટે, 18 થી 25 વર્ષ હોવી જોઈએ. નિયમો મુજબ અનામત અરજદારોને ઉંમર છૂટ આપવામાં આવશે. સહાયક, સર્ટિંગ સહાયક પદ માટેનો પગાર રૂ. 25,500- 81,100 સુધી આપવામાં આવશે. ત્યારે, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના ઉમેદવારોને 18000 થી 56900 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
    Published by:kiran mehta
    First published: