Home /News /business /હવે ઓવરટાઇમ પહેલા કંપનીઓએ કર્મચારીઓની લેવી પડશે પરવાનગી!
હવે ઓવરટાઇમ પહેલા કંપનીઓએ કર્મચારીઓની લેવી પડશે પરવાનગી!
લેખિત મંજૂરી વગર ઓવરટાઇમ કરાવી શકશે નહીં.
ભારતમાં કંપનીઓને હવે ઓવરટાઇમ પહેલાં કર્મચારીઓની લેખિત સંમતિની જરૂર રહેશે. નવી દરખાસ્ત મુજબ કોઈ પણ કંપની કર્મચારીઓની લેખિત મંજૂરી વગર ઓવરટાઇમ કરાવી શકશે નહીં.
ભારતમાં કંપનીઓને હવે ઓવરટાઇમ પહેલાં કર્મચારીઓની લેખિત સંમતિની જરૂર રહેશે. મોદી સરકાર કર્મચારીઓને રાહત આપવા માટે એક પ્રસ્તાવ લઇને આવી રહી છે. આ દરખાસ્ત હેઠળ કોઈપણ કંપની કર્મચારીઓની લેખિત મંજૂરી વગર ઓવરટાઇમ કરાવી શકશે નહીં. વ્યવસાયિક સુરક્ષા, હેલ્થ એન્ડ કાર્ય પરિસ્થિતિમાં બિલ 2019 (Occupational Safety Health and Working Conditions Bill)માં હેલ્થ એન્ડ વર્ક કંડિશન બિલ) ના પ્રસ્તાવ મુજબ લેખિત અધિકૃત ઓવરટાઇમ કંપનીઓ કોઈપણ કર્મચારી પાસેથી ઓવરટાઇમ કરાવી શકશે નહીં.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, આ અંગેનું બિલ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે લોકસભામાં રજૂ કર્યુ. સરકાર આ દરખાસ્ત દ્વારા પેહલાની દરખાસ્તને દૂર કરી રહી છે, જે મુજબ કર્મચારીને ઓવરટાઇમ કામ કરવાની છૂટ આપવામાં આવી હતી. ઓવરટાઇમ લેતા પહેલા કર્મચારીની સંહમતિ જરૂરી રહેશે. મહિનામાં મહત્તમ ઓવરટાઇમ 100 કલાકને બદલે 125 કલાક હશે.
આ મહિને મોદી સરકારે કર્મચારીઓની ઓફિસ, સલામતી, આરોગ્ય અને કાર્યકારી સ્થિતિને લઇને આરોગ્ય અને કાર્યકારી સ્થિતિની બિલ 2019 ને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં, કંપનીઓએ તેમના કર્મચારીઓની વાર્ષિક આરોગ્ય તપાસણી કરવી પડશે. હવે તેના ગ્રાન્ડ પેરેન્ટ્સ ઉપરાંત આશ્રિત ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ સામેલ કરવામાં આવશે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) ના લેબર ફોર્સ સર્વે 2017-18 અનુસાર, દેશમાં મોટાભાગના કામદારો અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરે છે, જે આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા નિયત સમયમર્યાદા કરતા વધારે છે. સર્વે અનુસાર પગારદાર અથવા નિયમિત કામદારો અઠવાડિયામાં 53 થી 56 કલાક કામ કરે છે. એ જ રીતે, સ્વ રોજગારમાં રોકાયેલા લોકો અઠવાડિયામાં 46 થી 54 કલાક અને કેઝ્યુઅલ કામદારો અઠવાડિયામાં 43 થી 48 કલાક કામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર