નોકરીયાત માટે GOOD NEWS: સરકાર 30 હજારથી ઓછી સેલરીવાળા કર્મીઓને આપી શકે છે મોટી ગિફ્ટ

News18 Gujarati
Updated: May 6, 2020, 11:24 PM IST
નોકરીયાત માટે GOOD NEWS: સરકાર 30 હજારથી ઓછી સેલરીવાળા કર્મીઓને આપી શકે છે મોટી ગિફ્ટ
પ્રતિકાત્મક તસવીર

જે કર્મચારીઓની ગ્રોસ સેલરી 30,000 રૂપિયા છે તે કર્મચારીઓને ESI કવરેજનો ફાયદો મળશે. ESIC સ્કીમમાં બીમાર પડવા પર સેલરી પ્રોટેક્શન પણ આપવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે ચાલી રહેલા લોકડાઉનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકાર દરેક સંભવ પગલા ભરી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે ESIC યોજનાનો વિસ્તાર વધારવાની તૈયારીમાં છે. સીએનબીસી અવાજના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, ઓછી સેલરીવાળા વધારેમાં વધારે કર્મચારીઓને મેડિકલ અને કેશ બેનિફિટ આપવા માટે સરકાર ESIC હેઠળ કવરેજની સીમા વધારી શકે છે. શ્રમ મંત્રાલયે કવરેજ માટે કર્મચારીઓની હાલની સેલરી સીમામાં વધારાનો પ્રસ્તાવ નાણામંત્રાલયને મોકલ્યો છે.

30 હજાર રૂપિયા સુધીની સેલરીવાળા લોકોને મળશે મોટો ફાયદો - સૂત્રો અનુસાર, કર્મચારીઓને કવરેજ માટે સેલરી સીમા વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ સેલરી સીમા 21000 રૂપિયાથી વધારી 30 હજાર રૂપિયાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

જે કર્મચારીઓની ગ્રોસ સેલરી 30,000 રૂપિયા છે તે કર્મચારીઓને ESI કવરેજનો ફાયદો મળશે. ESIC સ્કીમમાં બીમાર પડવા પર સેલરી પ્રોટેક્શન પણ આપવામાં આવશે.

સ્કીમનો વિસ્તાર વધારવાથી કંપનીઓ પર બોઝો ઓછો પડશે. સાથે જ લોકડાઉનમાં જરૂરી મેડિકલ કવરનો બોઝો ઓછો થશે. હાલમાં લગભગ 12,50 લાખ કંપનીઓને ફાયદો મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ESI યોજનાનો લાભ તેવા કર્મચારીઓને મળે છે, જેની માસિક આવક 21 હજાર રૂપિયાથી ઓછી હોય અને જે ઓછામાં ઓછી 10 કર્મચારીઓવાળી કંપનીમાં કામ કરતા હોય. આ પહેલા 2016 સુધી માસિક આવક સીમા 15 હજાર રૂપિયા હતી, જે 1 જાન્યુઆરી 2017થી વધારી 21 હજાર કરવામાં આવી હતી.

1. મળતી રહેશે બધી સુવિધા - ESICએ જાહેરાત કરી છે કે, લોકડાઉનના ચાલતા જે પમ કંપનીઓ કર્મચારીઓનું વાર્ષિક પ્રિમિયમ જમા નથી કરી શકી તો પણ કર્મચારીઓની મેડિકલ સુવિધા નહીં રોકવામાં આવે.2. એક્સપાયર કાર્ડનો પણ કરી શકશે ઉપયોગ - કર્મચારી પોતાના મેડિકલ કાર્ડ, જેના દ્વારા તેમને મેડિકલ સેવાઓ મળે છે, તે એક્સપાયર થઈ ગયું છે તો તિંતા કરવાની જરૂરત નથી. તે પોતાના જૂના કાર્ડ પર તમામ સેવાઓ મેળવી શકશે. આ સેવા 30 જૂન 2020 સુધી ચાલુ જ રહેશે.

3. પ્રાઈવેટ મેડિકલ સ્ટોર પરથી લઈ શકાય છે દવાઓ - ESICએ કર્મચારીઓ અથવા અન્ય લાભાર્થીઓને લોકડાઉન દરમિયાન પ્રાઈવેટ મેડિકલ સ્ટોરથી દવાઓ લેવાની સુવિધા પણ આપી છે. કર્મચારી પ્રાઈવેટ મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદ્યા બાદ ESIC પાસે ખર્ચ કરવામાં આવેલા પૈસાનો ક્લેમ કરી શકશે. એવામાં જે કર્મચારીઓની નિયમીત દવાઓ ચાલે છે અને લોકડાઉનમાં તે હોસ્પિટલ નથી જઈ શકતા તેમને ઘણી રાહત મળશે.

4. અન્ય હોસ્પિટલોમાં થઈ શકે છે સારવાર - જે ESIC હોસ્પિટલોને COVID-19 હોસ્પિટલમાં બદલવામાં આવી છે, ત્યાં સારવાર કરાવનાર કર્મચારીએ ચિંતા કરવાની જરૂરત નથી. નિયમીત રીતે આ હોસ્પિટલોમાં સારવાર કરાવનાર કર્મચારીને મેડિકલ સુવિધા આપવા ESICએ કરાર કર્યો છે.

5. કંપનીઓને મળી મોટી રાહત - કર્મચારી રાજ્ય વીમા નિગમે કંપનીઓેને રાહત આપતા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું પ્રિમિયમ જમા કરાવવા માટેની સમયમર્યાદાને 15 મે 2020 સુધી વધારી દેવામાં આવી છે. દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની સોશ્યલ સિક્યોરીટી સ્કીમ સાથે ફેબ્રુઆરીમાં 11.56 લાખ મેમ્બર જોડાયા હતા. આ પહેલા જાન્યુઆરીમાં ESICમાં 12.19 લાખ નવા મેમ્બર રજિસ્ટર્ડ થયા હતા.
First published: May 6, 2020, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading