નોકરીયાત માટે મોટા સમાચાર, પેન્શન મેળવવા જોઈશે આ સર્ટિફિકેટ, નહી તો થશે મોટુ નુકશાન

પ્રતિકાત્મક તસવીર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના મોટાભાગના સબ્સક્રાઈબર્સને એ ખબર નહી હોય કે, તે રિટાયરમેન્ટના સમય પર પેન્શનના હકદાર હશે

 • Share this:
  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના મોટાભાગના સબ્સક્રાઈબર્સને એ ખબર નહી હોય કે, તે રિટાયરમેન્ટના સમય પર પેન્શનના હકદાર હશે. પરંતુ, જો કોઈ હોય તો, તેમણે સમય રહેતા EPS સ્કીમ સર્ટિફિકેટ જરૂરી હશે.

  નોકરીયાત લોકોની બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 8.33 ટકા કર્મચારી પેન્શન સ્કિમમાં જાય છે. જોકે, તેમાં 1250 રૂપિયાનું વધારાનું કેપ છે. તમારા પેન્શનની વિતેલા 60 મહિનાની એવરેજ સેલરીને પેન્શનેબલ સર્વિસ સાથે ગુણી નવા યોગ્યને 70થી ભાગી આપવામાં આવે છે. આ સ્કિમ હેઠળ ન્યૂનત્તમ 1,000 રૂપિયા પ્રતિ માહનું પેન્શન પ્રાપ્ત કરી શકો છો.

  તમે 58 વર્ષની ઉંમરમાં પેન્શન યોગ્ય થઈ જાઓ છો. જો કોઈ 50 વર્ષથી લઈ 57 વર્ષની ઉંમર વચ્ચે નોકરી છોડી દે છે તો. પણ તેને પેન્શનનો લાભ મળશે. જોકે, આમાં પેન્શન થોડુ ઓછુ મળશે.

  તમે 58 વર્ષની ઉંમર બાદ પણ પોતાનું કામ ચાલુ રાખો છો, જે EPFમાં યોગદાન આપતુ રહે છે, તો તે 58 વર્ષની ઉંમરથી જ પેન્શન પ્રાપ્ત કરી શકે છે.

  વિડેન્ડ ફંડમાં સળંગ 10 વર્ષ સુધી યોગદાન કરનારા લોકોને 58 વર્ષની ઉંમર બાદ પેન્શનની રકમ વિડ્રો કરી શકે છે અથવા પછી પેન્શન પ્રાપ્ત કરી શકે છે. મરણોપરાંત, EPFO સબ્સક્રાઈબરના પૈસા પતિ-પત્નીને આપવામાં આવે છે.

  જો કોઈ વ્યક્તિએ 6 મહિનાથી ઓછા સમય માટે કામ કર્યું છે તો, ઈપીએફઓના નિયમ અનુસાર, તે પેન્શનની રકમ વિડ્રો નથી કરી શકતા.

  ઉલ્લેખનીય છે કે, તમે પ્રાઈવેટ નોકરી કરતા હોય તો પણ તમારા પગારમાંથી પીએફ માટે જે પૈસા કપાય છે, તેમાંથી અમુક હિસ્સો પેન્શન સ્કિમમાં જમા થતો હોય છે.
  Published by:kiran mehta
  First published: