Home /News /business /EPFO બેઠકમાં મોટો નિર્ણય, 6 કરોડ નોકરીયાત લોકોને મળશે ફાયદો

EPFO બેઠકમાં મોટો નિર્ણય, 6 કરોડ નોકરીયાત લોકોને મળશે ફાયદો

કર્મચારી ભવિષ્ય નિધિ પર વર્ષ 2019-20 માટે 8.5 ટકાનું વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં EPFO તરફથી માત્ર 8.15 ટકા વ્યાજ આપવામાં આવશે.

કર્મચારી ભવિષ્ય નિધિ પર વર્ષ 2019-20 માટે 8.5 ટકાનું વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં EPFO તરફથી માત્ર 8.15 ટકા વ્યાજ આપવામાં આવશે.

નવી દિલ્હી : EPFO (Employees Provident Fund Organisation)ની બેઠકમાં નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદરનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ પર વર્ષ 2019-20 માટે 8.5 ટકાનું વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં EPFO તરફથી માત્ર 8.15 ટકા વ્યાજ આપવામાં આવશે. બાકીનું 0.35 ટકા વ્યાજ ડિસેમ્બર મહિનામાં આપવામાં આવશે. EPFOના કેન્દ્રીય ન્યાસી મંડલે પાંચ માર્ચની બેઠકમાં EPFO પર 2019-20 માટે વ્યાજદર 8.50 ટકા રાખવાની ભલામણ કરી હતી, જે પહેલા કરતા 0.15 ટકા ઓછી છે. ન્યાસી મંડળના અધ્યક્ષ શ્રમ મંત્રી સંતોષ ગંગવાર છે. ઈપીએફની આ પ્રસ્તાવિત દર સાત વર્ષની ન્યૂનત્તમ દર હશે. કેન્દ્રીય ન્યાસી બોર્ડના આ નિર્ણયને નાણા મંત્રાલયની સહમતિ માટે મોકલી દેવામાં આવી હતો, પરંતુ નાણા મંત્રાલય તરફથી તેનું એપ્રુવલ પ્રાપ્ત નથી થયું.

તમને જણાવી દઈએ કે, કર્મચારી ભવિષ્ય નિધિના અંતર્ગત આવતા કર્મચારીઓની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાનું 12 ટકા પીએફમાં જાય છે. આટલું જ યોગદાન કંપની તરફથી જમા થાય છે. જોકે, કંપનીનો હિસ્સો બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં 8.33 ટકા ઈપીએસ (Employee Pension Scheme)માં જાય છે. તો બાકી હિસ્સો પીએફ ખાતામાં જાય છે.

વીતેલા કેટલાક વર્ષમાં ઈપીએફના દર - EPFOએ નાણાકીય વર્ષ 2016-17માં ભવિષ્ય નિધિ પર 8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. જ્યારે 2015-16માં આ 8.8 ટકા વાર્ષિક હતું. આ પહેલા 2013-14 અને 2014-15માં ભવિષ્ય નિધિ પર 8.75 અને 2012-13માં 8.5 ટકા વ્યાજ આપ્યું હતું.

આ પણ વાંચો - વૈજ્ઞાનિકનો દાવો - આ મહિનામાં Coronaની બીજી લહેર આવી શકે છે, મીની Quarantine રહેવું પડશે!

સરકારે માર્ચ બાદ કર્મચારીઓ અને નિયોક્તાઓને કોવિડ-19ના સંકટમાંથી બહાર લાવવા માટે ભવિષ્ય નિધિથી સંબંધિત અનેક રાહત ઉપાયોની જાહેરાત કરી હતી. કર્મચારી હવે પીએફ ખાતામાંથી ત્રણ મહિનાની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થા અથવા પીએફમાં જમા રકમના 75 ટકામાંથી જે ઓછુ હોય, તેટલી રકમ નીકાળી શકે છે. આ રકમ ફરીથી તેમાં જમા કરવાની જરૂરત નથી.
" isDesktop="true" id="1023164" >

માર્ચમાં કેમ ઘટાડવામાં આવ્યા વ્યાજ દર - EPFOએ છેલ્લા બે વર્ષમાં 18 લાખ કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ કર્યું છે. જેમાં લગભગ 4500 કરોડ રૂપિયા દિવાન હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન (DHFL) અને ઈન્ફાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસિસ (IL&FS)માં લગાવ્યા હતા. આ બંનેને જ ચૂકવણી કરવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીએચએફએલ હાલમાં, બેન્કરપ્સી રિજોલ્યુશન પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. જ્યારે IL&FSને બચાવવા માટે સરકારની દેખરેખ હેઠળ કામ ચાલી રહ્યું છે.
First published:

Tags: Epf, EPFO account, Epfo claim, PF, PPF Account