નવી દિલ્હી : રિટાયરમેન્ટ ફંડ બોડી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કર્મચારીઓ અને કંપનીઓની મદદ માટે એક વિશેષ મેકેનિઝ્મ તૈયાર કર્યું છે. સરકારના આ પગલાથી સીધી રીતે 79 લાખ નોકરી કરનારા લોકોને રાહત મળશે. સાથે જ, 3.8 લાખ કંપનીઓને પણ તેનો ફાયદો મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ મેકેનિઝ્મ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે તૈયાર કર્યું છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર આ હેઠળ 4800 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
શ્રમ મંત્રાલયે શનિવારે કહ્યું કે, 26 માર્ચના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવેલી જાહેરાત અનુસાર, કેન્દ્ર સરકાર સબ્સક્રાઈબર્સના EPS અને EPF એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિક મેકેનિઝમ હેઠળ ક્રેડિટ કરશે.
ECR હેઠળ થઈ શકશે ક્લેમ
આજ પ્રકારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહતને અધિકૃત સંસ્થા અથવા ઈલેક્ટ્રોનિક ચાલાન-કમ-રિટર્ન (ECR) હેઠળ ક્લેમ કરી શકે છે. સબ્સક્રાઈબર્સના યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)માં કેન્દ્ર સરકાર દ્વારા EPF અને EPSમાં આ યોગદાન ECR હેઠળ દર્શાવવામાં આવશે.
કયા કર્મચારીઓના EPF અને EPS ખાતામાં નાખશે પૈસા
કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, જો કોઈ કર્મચારી EPF અંતર્ગત આવનારી સંસ્થામાં કામ કરે છે અને તેમની સેલરી 15000 રૂપિયા અથવા તેનાથી ઓછી હોય તો, તેમના EPS અને EPFમાં આગામી 3 મહિના સુધી સરકાર યોગદાન આપશે. આ સુવિધા માત્ર તે કર્મચારીઓને મળશે, જેમાં કુલ કર્મચારીની સંખ્યા 100થી વધારે હોય અને કંપનીમાં 90 ટકા કર્મચારીઓની સેલરી 15000થી ઓછી છે.
રાહત પેકેજમાં સરકારે કરી હતી જાહેરાત
મંત્રાલયે જણાવ્યું કે, આ હેઠળ 79 લાખ કર્મચારી અને 3.8 લાખ કંપનીઓને લાભ મળશે. અનુમાન અનુસાર, કેન્દ્ર સરકાર આ ત્રણ મહિનામાં 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. યાદ અપાવી દઈએ કે, ગત 26 માર્ચે કેન્દ્ર સરકારે કોવિડ-19 લોકડાઉનને જોતા 1.7 લાખ કરોડ રૂપિયાના રા્હત પેકેજની જાહેરાત કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર