Home /News /business /નોકરી કરનારાઓ માટે ખુશખબર! 1 એપ્રિલથી બદલાઈ શકે છે PFનો આ મોટો નિયમ

નોકરી કરનારાઓ માટે ખુશખબર! 1 એપ્રિલથી બદલાઈ શકે છે PFનો આ મોટો નિયમ

જો તમે નોકરી કરો છો તો આ ન્યૂઝ આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ઈપીએફઓ નવા નાણાકિય વર્ષથી ઈપીએફને લને મોટો ફેરફાર કરી શકે છે

જો તમે નોકરી કરો છો તો આ ન્યૂઝ આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ઈપીએફઓ નવા નાણાકિય વર્ષથી ઈપીએફને લને મોટો ફેરફાર કરી શકે છે

જો તમે નોકરી કરો છો તો આ ન્યૂઝ આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ઈપીએફઓ નવા નાણાકિય વર્ષથી ઈપીએફને લને મોટો ફેરફાર કરી શકે છે. નવા નિયમ હેઠળ હવે નોકરી બદલવા પર આપનું પીએફ પોતાની મેળે ટ્રાન્સફર થઈ જશે. તેના માટે હવે પરેશાન નહીં થવું પડે. આ પ્રક્રિયાને ઓટોમેટિક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. શ્રમ મંત્રાલય આગામી મહિને તેને લાગુ કરી શકે છે.

હવે ટેન્શનથી મુક્તિ- EPFO દ્વારા આવું કરવાથી નોકરી કરનારા લાકોને આગામી નાણાકિય વર્ષથી નોકરી બદલવા પર PF રકમ ટ્રાન્સફર કરવાનો અનુરોધ કરવાની જરૂર નહીં રહે. આ પ્રક્રિયા આપ-મેળે થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ઈપીએફઓના સભ્યોને યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએનએન) રાખ્યા બાદ પણ PF રકમ ટ્રાન્સફર કરવા માટે અલગથી અરજી કરવી પડે છે.

આ કારણે સરકાર ઉઠાવી રહી છે પગલું- EPFOને દર વર્ષે ઈપીએફ ટ્રાન્સફર કરવાની લગભગ 8 લાખ અરજીઓ મળે છે. શ્રમ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, ઈપીએફઓ પ્રાયોગિક ધોરણે નોકરી બદલવા પર પીએફ રકમને ઓટોમેટિક ટ્રાન્સફર કરવા પર કામ કરી રહ્યું છે. તમા સભ્યો માટે આ સુવિધા આગવા વર્ષે કોઈ પણ સમયે શરૂ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો, 1 એપ્રિલથી ઘરે જમવાનું બનાવવું અને ગાડી ચલાવવી થશે મોંઘી, ખેડૂતને પણ થશે અસર

અધિકારીએ કહ્યું કે, ઈપીએફઓ દ્વારા પેપરલેસ સંગઠન બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતાની પ્રક્રિયાની સ્ટડીનું કામ સી-ડેકને આપવામાં આવ્યું છે. હજુ 80 ટકા કાર્ય ઓનલાઇન થઈ રહ્યું છે. લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં નોકરી બદલવા પર ઈપીએફનું આપમેળે હસ્તાંતરણ મહત્વપૂર્ણ છે.

અધિકારીએ કહ્યું કે, જેવું નવી કંપની માસિક ઈપીએફ રિટર્ન દાખલ કરશે તેમાં નવા કર્મચારીનો યૂએએન પણ સામેલ હશે, તેવું જ ઈપીએફ યોગદાન અને તેની પર મળેલું વ્યાજ આપમેળે હસ્તાંતરણ થઈ જશે. તેઓએ કહ્યું કે, નોકરી બદલવા પર ઈપીએફનું આપમેળે હસ્તાંતરણ થતાં સભ્યોને ઘણા લાભ મળશે કારણ કે યૂએએન એક બેંક ખાતાની જેમ થઈ જશે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે સભ્ય સ્થળ કે કંપની બદલે છે. ઈપીએફમાં તે પોતાનું યોગદાન યૂએએન દ્વારા મેળવી શકશે. આ કર્મચારીઓના સમગ્ર જીવન દરમિયાન લાગુ રહેશે.
First published:

Tags: Epfo, EPFO account, EPFO subscribers

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો