નોકરીયાત માટે મોટા સમાચાર! બદલાઈ શકે છે PF સાથે કપાતા પેન્શનને ઉપાડવાનો નિયમ

News18 Gujarati
Updated: October 21, 2019, 4:18 PM IST
નોકરીયાત માટે મોટા સમાચાર! બદલાઈ શકે છે PF સાથે કપાતા પેન્શનને ઉપાડવાનો નિયમ
બદલાઈ શકે છે PF સાથે કપાતા પેન્શનને કાઢવાનો નિયમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેન્શન માટે ઉંમરની સીમાને 58 વર્ષથી વધારી 60 વર્ષ કરવામાં આવી શકે છે.

  • Share this:
EPFO એટલે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પેન્શન સાથે જોડાયેલા એક મોટા નિયમમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેન્શન માટે ઉંમરની સીમાને 58 વર્ષથી વધારી 60 વર્ષ કરવામાં આવી શકે છે. જો સરળ શબ્દોમાં સમજીએ તો, હાલના સમયમાં અલગ-અલગ જગ્યા પર નોકરી કરતા પણ તમારી સર્વિસ હિસ્ટ્રી 10 વર્ષની થઈ જાય છે તો, તમે પેન્શન મેળવવાના હકદાર બની જાઓ છો, અને 58 વર્ષની ઉંમર થવા પર તમને માસિક પેન્શન તરીકે પૈસા મળવા લાગે છે. અંગ્રેજી બિઝનેસ ન્યૂઝ પેપર ઈકોનોમિક્સ ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, EPFO હવે ઉંમરની સીમાને 58થી વધારી 60 વર્ષ કરી શકે છે.

કેમ થઈ રહ્યો છે પેન્શનના નિયમમાં ફેરફાર - ઈટીના સમાચાર અનુસાર, EPF એક્ટ 1952માં ફેરફાર કરવાની તૈયારી છે. આને બદલવા પાછળનું કારણ દુનિયાભરમાં નક્કી કરવામાં આવેલી ઉંમર બતાવવામાં આવી રહી છે. દુનિયાના મોટાભાગના પેન્શન ફંડમાં પેન્શનની ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવી છે, જેથી તેને બદલવાની તૈયારી છે.

- અગામી મહિને EPFO સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટની બેઠકમાં આના પર વિચાર થઈ શકે છે. આ નિર્ણયથી પેન્શન ફંડને 30 હજાર કરોડની રાહત મળશે. સાથે જ નોકરીયાત લોકોની નિવૃત્તિની ઉંમર પણ 2 વર્ષ વધી શકે છે. બોર્ડની મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવ કેબિનેટમાં અપ્રૂવલ માટે લેબર મિનિસ્ટ્રીને મોકલવામાં આવશે.

PF સાથે કાપવામાં આવતા પેન્શન વિશે જાણો - તમને જણાવી દઈએ કે, નોકરીયાત લોકોની સેલરીમાંથી કાપવામાં આવતી રકમ બે ખાતામાં જાય છે. પહેલી પ્રોવિડન્ડ ફંડ એટલે કે, EPF અને બીજી પેન્શન ફંડ એટલે કે, EPS હોય છે. કર્મચારીની બેસિક સેલરીમાંથી 12 ટકા હિસ્સો EPFમાં જમા થઈ જાય છે. આ સિવાય કંપની તરફથી 3.67 ટકા EPFમાં અને બાકી 8.33 ટકા હિસ્સો કર્મચારી પેન્શન યોજનામાં જમા થાય છે.EPF માટે સેલરીની વધારેમાં વધારે સીમા 15,000 રૂપિયા પ્રતિ માસ છે. જેથી EPSમાં વધારેમાં વધારે યોગદાન 1250 રૂપિયા પ્રતિમાસ છે.EPS એક્ટમાં 1996માં થયેલા એક સંશોધન બાદ કર્મચારીને પેન્શનમાં યોગદાન વધારી સેલરી (બેસિક અને ડીએ)ના 8.33 ટકા કરવાનો વિકલ્પ મળી ગયો. ઈપીએસમાં યોગદાન વધારવા માટે નિયોક્તાના સહમતિ પત્ર સાથે કર્મચારીને ઈપીએફઓ પાસે અરજી કરવી પડે છે.

ક્યારે નિકાળી શકો છો EPF પેન્શનના પૈસા - પોતાના PF ખાતાની રકમને કર્મચારી એક નક્કી સમય બાદ નીકાળી શકે છે, પરંતુ પેન્શનની રકમ નિકાળવા માટે નિયમ સખત છે. કેમ કે, આ અલગ-અલગ સ્થિતિમાં નક્કી હોય છે.

જો નોકરી 6 મહિનાથી વધારે અને 9 વર્ષ 6 મહિનાથી ઓછી હોય, તો ફોર્મ 19 અને 10સી જમા કરીને પીએફ સાથે પેન્શનની રકમ પણ નીકાળી શકાય છે. પરંતુ, તેના માટે તમારે મેન્યુઅલ રીકે પીએફ ઓફિસમાં અરજી કરવી પડશે.

- ઓનલાઈન પ્રોસેસમાં હાલ પેન્શન ફંડ નીકાળવા માટેની સુવિધાને શરૂ નથી કરવામાં આવી. ફોર્મ ભર્યા બાદ તેને એમ્પ્લોયર અથવા કે, ઈપીએફઓના કાર્યાલયમાં જ જમા કરાવવું પડશે.
First published: October 21, 2019, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading