અખિલ ભારતીય રાજ્ય સરકારી કર્મચારી ફેડરેશન પેરા મિલેટ્રી ફોર્સના જવાન સહિન તમામ સરકારી વિભાગોમાં કર્મચારીઓ માટે જુના પેન્શનની માંગને લઈ ગુરૂવારે જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કરશે. ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષ લાંબાએ કહ્યું કે, સરકાર પેરા મિલેટ્રી ફોર્સના જવાનોને પેન્શનનો લાભ નથી આપી રહી, અને નેતાઓને માલામાલ કરી રહી છે. જે જવાન આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, જે કર્મચારી દેશ માટે કામ કરી રહ્યા છે, તેમની પેન્શન ખતમ કરી દેવામાં આવી છે, અને નેતા ધારાસભ્ય, સાંસદ શપથ પણ લઈ લે તો પેન્શનના હકદાર થઈ જાય છે. એટલું જ નહી નેતા જેટલા પદ પર રહે છે એટલી પેન્શન લે છે. હરિયાણામાં ધારાસભ્યોને પ્રતિમાહ સવા બે લાખ રૂપિયા સુધીનું પેન્શન મળે છે. આવો ભેદભાવ કેમ?
લાંબાએ જણાવ્યું કે, આ ભેદભાવ વિરુદ્ધ 21 ફેબ્રુઆરીએ આંદોલન થશે. કર્મચારી સુરક્ષાદળો અને પોતાના માટે જુની પેન્શન બહાલીની માંગને લઈ સંસદ કૂચ કરશે. આંદોલન શરૂ કરતા પહેલા પુલવામા હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. લાંબાએ કહ્યું કે, જાન્યુઆરી 2004 બાદ નોકરી લાગેલા કર્મચારીઓ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, બોર્ડર સિક્યોરીટી ફોર્સ, ભારત-તિબ્બત બોર્ડર પોલીસ અને એસએસબી વગેરેને પહેલાની જેમ પેન્શન નથી મળી રહ્યું.
સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનોને એનપીએસની પ્રણાલી હેઠળ લાવવામાં આવ્યા છે. આના કારણે શહીદ જવાનોના પરિવારને જુની પેન્શન સ્કીમ હેઠળ પેન્શન નથી મળી રહ્યું. લાંબાએ કહ્યું કે, પુલવામા આતંકી હુમલામાં શહીદ સીઆરપીએફ જવાનો માટે જુની સ્કીમ હેઠળ પેન્શનની માંગ પ્રમુખતાથી રાખવામાં આવશે.
જુના અને નવા પેન્શનમાં અંતર
લાંબાએ જણાવ્યું કે, જુની પેન્શન સ્કીમમાં છેલ્લા પગારનું અડધુ પેન્શન મળે છે અને નવી પેન્શન સ્કીમમાં તેના અવેજમાં કર્મચારીના પગારમાં કોઈ કટોતી કરવામાં આવતી ન હતી. જ્યારે એનપીએસમાં પગારમાં 10 ટકા કપાય છે અને 10 ટકા સરકાર ઉમેરે છે. જે દિવસે કર્મચારી રિટાયર થાય છે તે દિવસે પેન્શન માટે જમા રકમના કુલ 40 ટકા કેશ આપવામાં આવે છે. સરકાર બચેલા 60 ટકા શેર માર્કેટમાં લગાવી દે છે. તે રકમમાંથી જે પેન્શન મળે છે, તેમાંથી કર્મચારી પોતાના પરિવારનું પાલન પોષણ નથી કરી શકતો, કારણ કે આ રકમ ખુબ ઓછી હોય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર