નવી દિલ્હી : નોકરી કરતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. અહેવાલ છે કે, રાજ્ય કર્મચારી વીમા નિગમ (ESIC)ની તબીબી યોજનાનો વ્યાપ વધી શકે છે. આ યોજના અંતર્ગત 30 હજાર રૂપિયા સુધીનો પગાર મેળવનારા કર્મચારીઓને સમાવી શકાય છે. અત્યારે ESICનો લાભ કર્મચારીઓને 21 હજાર રૂપિયા સુધીનો પગાર હોય તેને જ મળી શકે છે. આ નવો પ્રસ્તાવ ESIC બોર્ડની બેઠકમાં મૂકવામાં આવશે, જ્યાં મંજૂરી બાદ તેને મોદી સરકારને મોકલવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો આ પ્રસ્તાવ પસાર થશે તો 20-25 ટકા કર્મચારીઓ આ કાર્યક્ષેત્રમાં આવશે. તમને જણાવી દઈએ કે ESIC બોર્ડની બેઠક સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત છે. તમને જણાવી દઈએ કે, ESIC યોજના હેઠળ આવતા કર્મચારીઓ અને તેમના પરિવારો સારી તબીબી સારવાર સહિત અન્ય લાભ મેળવી શકશે.
ESIC યોજના હેઠળ ઉપલબ્ધ લાભો
હાલમાં, ESIC યોજનાના સભ્યના પગારમાં 0.75 ટકા હિસ્સો લેવામાં આવે છે, જ્યારે 3.25 ટકા હિસ્સો એમ્પ્લોયર પાસેથી લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ESIC યોજના હેઠળ દેશમાં 6 કરોડ કર્મચારીઓ છે. હાલમાં, આ યોજના હેઠળ, કર્મચારીના મૃત્યુ પર આપવામાં આવતા લાભોમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ગ્રેચ્યુઇટીની ચુકવણી માટે ન્યૂનતમ સેવા જરૂરી નથી. ઈપીએફ અને એમપી એક્ટની જોગવાઈઓ અનુસાર ફેમિલી પેન્શન ચૂકવવામાં આવી રહ્યું છે. જો કર્મચારી બીમાર હોય અને ઓફિસ ન આવી શકવાની સ્થિતમાં વર્ષમાં 91 દિવસ માટે બીમારી લાભ તરીકે કુલ મજદૂરીના 70 ટકા ચૂકવણી કરવામાં આવે છે.
ESICની નવી યોજના કોવિડ પેન્શન રાહત યોજના (CPRS) કોવિડ- થી મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને આજીવન પેન્શન પૂરું પાડે છે. તેની રકમ લઘુતમ 1800 રૂપિયા પ્રતિ મહિનાથી લઈને મૃતક કામદારની સરેરાશ દૈનિક વેતનના 90% સુધીની હોઈ શકે છે. આ યોજના 24 માર્ચ 2020થી બે વર્ષ માટે લાગુ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર