સરકારે ટેક્સપેયર્સને આપી મોટી રાહત! નવી ટેક્સ સિસ્ટમમાં મળશે આ છૂટ

News18 Gujarati
Updated: June 28, 2020, 10:27 AM IST
સરકારે ટેક્સપેયર્સને આપી મોટી રાહત! નવી ટેક્સ સિસ્ટમમાં મળશે આ છૂટ
આ ઉપરાંત જો તેમને આ આવવા જવાની સુવિધા નથી મળી રહી તો આ ભથ્થા માટે ઇન્કમ ટેક્સમાંથી છૂટનો દાવો કરી શકાય છે.

આ ઉપરાંત જો તેમને આ આવવા જવાની સુવિધા નથી મળી રહી તો આ ભથ્થા માટે ઇન્કમ ટેક્સમાંથી છૂટનો દાવો કરી શકાય છે.

  • Share this:
નવી દિલ્હી : સરકારે નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત કર્મચારીઓને કન્વેયન્સ અલાઉન્સ (Conveyance Allowance) પર ઇન્કમ ટેક્સમાંથી છૂટનો દાવો કરવાની સુવિધા આપી દીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડે (CBDT) આ માટે ટેક્સનાં નિયમોમાં ફેરફાર કર્યા છે. સીબીડિટી દ્વારા કરાયેલા સંશોધન બાદ હવે કર્મચારી કેટલાક પસંદગીનાં મામલામાં ઇન્કમ ટેક્સમાં છૂટનો દાવો કરી શકે છે. આ મામલાઓમાં યાત્રા કે સ્થળાંતરનાં (Travel on Tour or on transfer) મામલામાં આવન જાવનનાં ખર્ચ માટે અપાયેલું ભથ્થું, યાત્રાની અવધિ દરમિયાન અપાયેલ કોઇ અન્ય ભથ્થું, સામાન્ય કાર્યસ્થળથી અનુઉપસ્થિતની સ્થિતિમાં એક કર્મચારીને દૈનિક ખર્ચ પૂરા કરવા માટે અપાયેલ ભથ્થુ સામેલ છે. આ ઉપરાંત જો તેમને આ આવવા જવાની સુવિધા નથી મળી રહી તો આ ભથ્થા માટે ઇન્કમ ટેક્સમાંથી છૂટનો (Income Tax Exemption) દાવો કરી શકાય છે.

આ ઉપરાંત વધુ સ્પષ્ટતા કરી છે કે, એમ્પ્લોયર દ્વારા પેઇડ વાઉચરનાં માધ્યમથી મફત ભોજન અને નોન આલ્કોહોલિક પીણાનાં સંબંધમાં કોઇ છૂટ નહીં મળે. આ ઉપરાંત નેત્રહીન, મૂક, બધિર કે હાડકાંથી દિવ્યાંગ કર્મચારી 3200 રૂપિયા પ્રતિ માસનાં પરિવહન ભથ્થામાં છૂટનો દાવો કરી શકે છે.

આ પણ વાંચો - આણંદ: કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે, કલાકો બાદ મેળવાયો કાબૂ

આ પણ જુઓ - 

નવો ટેક્સ સ્લેબનાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2020-21નાં બજેટમાં લોકોને ઇન્કમ ટેક્સની એક વૈક્લ્પિક દરની રજૂઆત કરતા એક નવા ટેક્સ ઇન્કમ ટેક્સની વ્યવસ્થાનો પ્રસ્તાવ કર્યો હતો. આ અંતર્ગત 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સમાં છૂટ મળે છે. જે વ્યક્તિ 2.50 લાખથી 5 લાખ રૂપિયા સુધી કમાઇ છે તેમને 5 ટકાની દરથી ટેક્સ ભરવાનો રહેશે. આજ રીતે 5થી 7.5 લાખ રૂપિયા વચ્ચેની આવક પર 10 ટક, 7.5થી 10 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 10થી 12.5 લાખની આવક પર 20 ટકા, 12.5થી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 25 ટકા અન 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ભરવાનો રહે છે.
First published: June 28, 2020, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading