Home /News /business /

Employee Pension Scheme: આ રીતે નિવૃત્તિ બાદ તમારું પેન્શન થઈ જશે ડબલ! જાણો વિગતવાર

Employee Pension Scheme: આ રીતે નિવૃત્તિ બાદ તમારું પેન્શન થઈ જશે ડબલ! જાણો વિગતવાર

પેન્શન સ્કીમ (પ્રતીકાત્મક તસવીર)

Employee Pension Scheme: રિપોર્ટ પ્રમાણે કર્મચારી પેન્શન યોજના (EPS -Employee Pension Scheme) હેઠળ ન્યૂનતમ પેન્શન રૂ.1,000થી વધારીને રૂ.9,000 કરવામાં આવી શકે છે. જેમાં મહત્તમ પેન્શન વેતન (maximum pensionable salary) પ્રતિ માસ રૂ. 15,000ની સીમા દૂર કરવા અંગે કોર્ટમાં સુનાવણી થશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (Employees' Provident Fund Organization- EPFO) પોતાના સબ્સક્રાઇબર્સ માટે મોટા પ્લાન સાથે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી દિવસોમાં પીએફ ખાતાધારકોના લઘુતમ પેન્શનની રકમ (Minimum monthly pension)માં વધારો કરવામાં આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે કર્મચારી પેન્શન યોજના (EPS -Employee Pension Scheme) હેઠળ ન્યૂનતમ પેન્શન રૂ.1,000થી વધારીને રૂ.9,000 કરવામાં આવી શકે છે. જેમાં મહત્તમ પેન્શન વેતન (maximum pensionable salary) પ્રતિ માસ રૂ. 15,000ની સીમા દૂર કરવા અંગે કોર્ટમાં સુનાવણી થશે.

ઘણા સમયથી થઈ રહી છે માંગ

પેન્શન મેળવનાર લોકો લાંબા સમયથી ન્યૂનતમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે. આ અંગે શ્રમ મંત્રાલયની બેઠક અને ચર્ચાઓ થઈ ચૂકી છે. આ અંગે સંસદની સ્થાયી સમિતિએ કેટલાક સૂચનો કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ફેબ્રુઆરીમાં થનાર બેઠકમાં આ નિર્ણય પર અંતિમ મોહર લાગી શકે છે.

મહત્તમ પેન્શન વેતનની સીમાનો અર્થ છે કે, ગમે તેટલું વેતન હોય પેન્શનની ગણતરી રૂ. 15,000 થશે. આ સીમાને દૂર કરવાનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. કર્મચારી આ નિર્ણય પર સતત નજર રાખી રહ્યા છે. આ સીમા દૂર કરવાનો અર્થ છે કે રૂ. 15,000 સેવાનિવૃત્ત કર્મચારીઓ માટે ઉચ્ચ પેન્શન હશે.

એમ્પલોયીસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને દાખલ કરેલી અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટે 12 ઓગસ્ટના રોજ સ્થગિત કરી દીધી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કર્મચારીઓનું પેન્શન રૂ. 15,000 સુધી સીમિત ન હોઈ શકે. આ મામલે ચર્ચા કરવામાં આવી રહી છે.

નિયમો

- જ્યારે કોઈ વ્યક્તિ નોકરી કરવાનું શરૂ કરે તો તે કર્મચારી પેન્શન યોજના (EPS)નો સભ્ય બની જાય છે.

- કર્મચારી પોતાના વેતનનો 12 ટકા ભાગ EPFમાં આપે છે અને તેટલી જ રકમ કંપની દ્વારા પણ આપવામાં આવે છે.

- આ રકમનો 33% ભાગ કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે.

- અદાલતમાં પડકારવામાં આવેલા જૂના નિયમો અનુસાર એક કર્મચારીનું મહત્તતમ પેન્શન વેતન રૂ.15,000 છે.

- દર મહિને રૂ. 15,000 માંથી પેન્શનનો મહત્તમ ભાગ 1,250 (33%) છે.

- કર્મચારી સેવાનિવૃત્ત થાય તો પણ પેન્શનની ગણતરી કરવા માટે મહત્તમ વેતન રૂ.15,000 માનવામાં આવે છે.

- આ નિયમ અનુસાર EPS હેઠળ કર્મચારીને વધુમાં વધુ રૂ.7,500 પેન્શન મળી શકે છે.

આ પણ વાંચો: શું તમે નિવૃત્તિ પછી દર મહિને Rs 60,000 પેન્શન ઇચ્છી રહ્યા છો? અહીં જાણો આ માટે શું કરવું પડશે

કર્મચારી પેન્શન સ્કીમ શું છે?

વર્ષ 1995માં કર્મચારી પેન્શન સ્કીમની શરૂઆત થઈ હતી. સંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર 58 વર્ષની ઉંમરના લોકોને પેન્શન મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછી 10 વર્ષ નોકરી કરેલ હોવી જોઈએ. કર્મચારી પોતાના વેતનનો 12 ટકા ભાગ EPFમાં આપે છે. તેટલી જ રકમ કંપની દ્વારા પણ આપવામાં આવે છે. કંપનીના યોગદાનનો એક ભાગ EPS માં પણ જમા કરાવવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Epf, EPS, PF, Provident fund

આગામી સમાચાર