Home /News /business /Amazon Layoffs: એમેઝોન ઈન્ડિયામાંથી છટણી થયેલા કર્મચારીનું છલકાયું દર્દ, કહ્યું- ‘પહેલાં મેં મારા પિતા ગુમાવ્યા અને ત્યારબાદ નોકરી’

Amazon Layoffs: એમેઝોન ઈન્ડિયામાંથી છટણી થયેલા કર્મચારીનું છલકાયું દર્દ, કહ્યું- ‘પહેલાં મેં મારા પિતા ગુમાવ્યા અને ત્યારબાદ નોકરી’

Amazon Layoffs: એમેઝોન ઈન્ડિયાએ હાંકી કાઢેલા કર્મચારીનું છલકાયું દર્દ, કહ્યું- ‘પહેલાં મેં મારા પિતા ગુમાવ્યા અને ત્યારબાદ નોકરી’

Emotional Story of laid off Employee: એમેઝોને આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે મહામારી દરમિયાન કરવામાં આવેલી બંપર ભરતી અને ત્યારબાદની હાલની આર્થિક અનિશ્ચિતતાઓ કારણે 18,000 કર્મચારીઓને છુટ્ટા કરવાની યોજના ધરાવે છે. જેમાંથી ઘણાં ભારતમાં પણ હતા.

વધુ જુઓ ...
    અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારત સહિત વૈશ્વિક સ્તરે કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. આ છટણીની અસર ભારતમાં પણ દેખાવા લાગી છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, નોકરી છૂટી જવાને કારણે તેમના પર કેવી અસર થઈ છે. અહીંયા અમે તમને ગુરુગ્રામના એક સોફ્ટવેર એન્જિનિયર વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેમની એમેઝોનમાંથી છટણી કરવામાં આવી છે. તેમણે પાંચ વર્ષ સુધી એમેઝોનમાં નોકરી કરી છે. તેમણે થોડા સમય પહેલા પોતાના પિતા ગુમાવ્યા હતા અને હાલમાં તેમણે નોકરી ગુમાવી દીધી છે.

    આ પણ વાંચોઃ રોકાણકારો રુપિયા તૈયાર રાખજો! આ દિગ્ગજ કંપનીએ IPO લાવવા સેબીમાં દાખલ કરી અરજી

    સિનિયર ડેવલપમેન્ટ એન્જિનિયર ઓમપ્રકાશ શર્મા (Omprakash Sharma)એ લિંક્ડઈન પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે, વર્ષ 2022 મારા માટે ખૂબ જ પડકારજનક રહ્યું છે. મારા પિતા ત્રણ મહિના સુધી ICUમાં રહ્યા હતા અને જિંદગી સામે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા હતા. આ કારણોસર હું ચાર મહિના સુધી ઓફિસનું કામ કરી શક્યો નહોતો. 11 જાન્યુઆરીના રોજ એમેઝોનમાંથી મારી છટણી કરવામાં આવી છે.

    ઓમપ્રકાશ શર્મા જણાવે છે કે, એમેઝોન સાથે પાંચ વર્ષ સુધી કામ કરવાનો સમયગાળો ખૂબ જ સરસ હતો. આ સમય દરમિયાન અનુભવીઓ સામે કામ કરવાની તક મળી હતી. ઓમપ્રકાશ શર્મા આ તમામ બાબતો માટે તેમનો આભાર વ્યક્ત કરે છે અને હાલમાં તેમને નોકરીની જરૂર છે તેવું જણાવી રહ્યા છે.

    આ પણ વાંચો:સરકારે જાહેર કર્યું 2.40 લાખ કરોડનું ઈન્ક્મ ટેક્સ રિફંડ, આ રીતે ઘરેબેઠા જ ચેક કરો સ્ટેટસ

    ઓમપ્રકાશ શર્મા આ પોસ્ટમાં જણાવે છે કે, ‘મને આપ સહુની જરૂર છે. આ પોસ્ટને શેર કરો જેથી મને કામ કરવાની યોગ્ય તક મળે.’ જે લોકો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તેમને આ પોસ્ટ દ્વારા પ્રેરણા આપવામાં આવી છે. જે લોકો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તે લોકો માટે હાલનો સમય ખૂબ જ કઠિન છે. આ પ્રકારની નાની નાની અડચણો આવતી રહેશે. આ પરિસ્થિતિનો સામનો કરો.’



    એમેઝોને આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરતા જણાવ્યું છે કે, આર્થિક અનિશ્ચિતતાઓને કારણે 18,000 લોકોને નોકરીમાંથી છૂટા કરવા માટેની યોજના બનાવવામાં આવી છે. એમેઝોન ભારતમાં ટેક્નોલોજી, માનવ સંસાધન અને કેટલાક અન્ય વિભાગોમાં કામ કરતા લગભગ 1,000 કર્મચારીઓની છટણી કરી શકે છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Amazon job, Business news, Emotional post, Jobs in india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन