Home /News /business /Emergency Fund: ગમે ત્યારે આવી શકે છે આર્થિક સમસ્યા, અહીં જાણો કઈ રીતે તૈયાર રાખવું ઇમરજન્સી ફંડ
Emergency Fund: ગમે ત્યારે આવી શકે છે આર્થિક સમસ્યા, અહીં જાણો કઈ રીતે તૈયાર રાખવું ઇમરજન્સી ફંડ
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.)
ઇમરજન્સી ફંડ એ પૈસા છે જે તમે એકત્રિત કરો છો જેનો ઉપયોગ અચાનક નાણાકીય કટોકટીનો સામનો કરવા માટે થાય છે. ઈમરજન્સી ફંડ રાખવાથી તમારે તમારા રોકાણ સાથે ચેડાં કરવા પડશે નહીં, તમારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે અને ઘર પર કોઈ વિપરીત અસર નહીં થાય.
Personal Finance: સામાન્ય માણસના જીવનમાં પૈસાને લઈને ગમે ત્યારે ઈમરજન્સીની સ્થિતિ આવી શકે છે. જેથી અગાઉથી તૈયારી રાખવી ખૂબ જરૂરી છે. મૂડીબજારમાં ભારે નુકસાન, નોકરી ગુમાવવી, મેડિકલ ઇમરજન્સી (Medical Emergencies) વગેરે જેવી કોઇ અચાનક ઇમરજન્સીને પહોંચી વળવા માટે દરેકે ઇમરજન્સી ફંડ (Emergency fund) રાખવું જોઇએ. આ બાબતે કોરોના મહામારી બાદથી જ લોકો વધુ સજાગ બન્યા છે.
મહામારીના કારણે લોકોનું જીવન પ્રત્યેનું વલણ બદલાયું છે. હવે મોટાભાગના લોકો બચત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ ભવિષ્ય માટે પાઇ-પાઇ ભેગી કરી રોકાણ કરે છે. આ દરમિયાન કટોકટીની સ્થિતિ આવે ત્યારે ભવિષ્ય માટે એકત્ર કરેલ નાણાંનો ઉપયોગ કરે છે. આમ તો તેનાથી થોડા સમય માટે આર્થિક સમસ્યાનો ઉકેલ આવે છે, પરંતુ ભવિષ્ય અંધકારમય બની જાય છે. તેથી તાત્કાલિક ધોરણે ઊભી થતી આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઇમરજન્સી ફંડ બનાવવું આવશ્યક છે.
ઇમરજન્સી ફંડનો અર્થ એ છે કે, લાંબા સમય સુધી બ્લોક ન રહે તેવી જગ્યાએ નાણાંનું રોકાણ કરવું. બીજું એ છે કે, જરૂર પડે ત્યારે લિક્વિડિટીની સમસ્યા ન હોવી જોઈએ. ઇમરજન્સી ફંડનો ઉપયોગ અચાનક આવી પડેલા આર્થિક સંકટનો સામનો કરવા માટે થાય છે. ઈમરજન્સી ફંડ રાખવાથી રોકાણ સાથે ચેડાં નહીં કરવા પડે કે તમારે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. ઈમરજન્સી ફંડ હોવાથી તમે ચિંતામુક્ત રહીને ભવિષ્યનું આયોજન કરી શકો છો.
નિષ્ણાંતો કહે છે કે, ઇમરજન્સી ફંડ ઓછામાં ઓછા છ મહિના સુધીની તમારી કમાણી જેટલું હોવું જોઈએ. જો તમે મહિને 50,000 રૂપિયાની કમાણી કરતાં હોવ તો તમારી પાસે 3 લાખ રૂપિયાનું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ.
કેવી રીતે ઊભું કરવું ઇમરજન્સી ફંડ?
તમારી જરૂરિયાત અને બજારની પરિસ્થિતિના આધારે બજારના નિષ્ણાંતની સલાહ લઈને ઇમરજન્સી ફંડ ઊભું કરવું જોઈએ. ઈમરજન્સી ફંડ માટેના નાણાંનું રોકાણ બજારનું જોખમ ઓછું હોય તેવા સલામત સ્થળોએ કરવું જોઈ. સરકારી યોજનાઓ આના માટે શ્રેષ્ઠ માધ્યમ છે.
બેન્કમાં FD કરીને ઈમરજન્સી ફંડની સુરક્ષા કરવી જોઈએ. કેટલીક બેંકોમાં 1 વર્ષ કે તેનાથી પણ ઓછા સમય માટે FD મળે છે. બેંકો જુદા જુદા સમયની FD પર અલગ અલગ વ્યાજ આપે છે. ઇમરજન્સી ફંડના કેટલાક પૈસા પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં RD તરીકે પણ જમા કરાવી શકાય છે. પોસ્ટ ઓફિસમાં વાર્ષિક RD પર 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. જ્યારે બેંકોમાં 4થી 6 ટકા વચ્ચે વ્યાજ મળે છે.
બોન્ડમાં રોકાણથી દૂર રહો
ઈમરજન્સી ફંડનો ઉપયોગ મોટાભાગે મંદીના સમયમાં થાય છે. તે સમયે શેરો અને બોન્ડ્સ કદાચ નીચા ભાવે ટ્રેડિંગ કરતા હોય શકે. જેના કારણે તમને તમારું રોકાણ નીચા સ્તરે વેચવાની ફરજ પડશે. જેથી કોઈ પણ ઈમરજન્સી ફંડને ક્યારેય સ્ટોક કે બોન્ડમાં ન રાખવું હિતાવહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર