Home /News /business /

'નહીં વેચું: એલન મસ્કના એક ટ્વીટથી Bitcoin, Ether અને Dogecoinના ભાવમાં તેજી

'નહીં વેચું: એલન મસ્કના એક ટ્વીટથી Bitcoin, Ether અને Dogecoinના ભાવમાં તેજી

એલન મસ્ક

Digital Currency: એલમ મસ્કે આ ટ્વીટ મોંઘવારી સાથે જોડાયેલી એક ચર્ચા દરમિયાન કર્યું હતું. મસ્કે પોતાના ટ્વીટમાં પોતાના ફોલોઅર્સને પૂછ્યું હતું કે, "આગામી અમુક વર્ષોમાં તમારા મતે મોંઘવારીનો દર કેટલો રહેવાનો છે."

    નવી દિલ્હી: બિટકૉઇન (Bitcoin), ઈથર (Either) અને ડૉઝકૉઈન (Dogecoin) જેવી ક્રિપ્ટોકરન્સીના ભાવને સોમવારે ફરી એકવાર પાંખો આવી હતી. આવું થવા પાછળનું કારણ એલન મસ્કનું ટ્વીટ હતું. દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક અને ટેસ્લા (Tesla) અને સ્પેસ એક્સ (SpaceX) જેવી કંપનીઓના માલિક એલમ મસ્કે (Elon Musk) ટ્વીટ કરીને કહ્યું કે, તેમની પાસે ઉપર જણાવેલી ડિજિટલ કસન્સી (Digital Currency) હાલ પણ છે અને તેઓ તેમને વેચવા માંગતા નથી.

    એલન મસ્કના ટ્વીટ (Elon Musk Tweet) પહેલા બિટકૉઇન 2.9 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, મસ્કના ટ્વીટ બાદ તેમાં તેજી આવી હતી અને તે લીલા નિશાન પર આવી ગયો હતો. જ્યારે ઇથરની કિંમત 2.3 ટકા વધી ગઈ હતી. જોકે, બાદમાં તેમાં થોડો ઘટાડો પણ આવ્યો હતો. મસ્કના ટ્વીટથી સૌથી મોટો ઉછાળો ડૉઝકૉઈનમાં આવ્યો હતો અને તે 3.8 ટકા વધી ગયો હતો.

    એલમ મસ્કે આ ટ્વીટ મોંઘવારી સાથે જોડાયેલી એક ચર્ચા દરમિયાન કર્યું હતું. મસ્કે પોતાના ટ્વીટમાં પોતાના ફોલોઅર્સને પૂછ્યું હતું કે, "આગામી અમુક વર્ષોમાં તમારા મતે મોંઘવારીનો દર કેટલો રહેવાનો છે."

    આ પણ વાંચો: Tesla કંપનીએ 2021માં દુનિયાભરમાં કરી 10 લાખ કારની ડિલિવરી

    એલન મસ્કનો જવાબ


    આ અંગે એક યૂઝરે મસ્કને જવાબ આપ્યો કે, "કન્ઝ્યૂમર ઇન્ફ્લેશન પોતાના સર્વોચ્ચ સ્તર પર બનેલો રહેશે. અસેટ ઇન્ફ્લેશન તેનાથી પણ બે ગણા દરથી વધી શકે છે. નબળી કરન્સી ધ્વસ્ત થશે અને કેશ, ડેટ અને વેલ્યૂ સ્ટૉક જેવી જગ્યાએથી મૂડી કાઢીને બિટકૉઇન જેવી સંપત્તિઓમાં રોકાણ વધુ ઝડપી બનશે." જેના પર મસ્કે જવાબ આપ્યો કે, "તારું આવું તારણ જાણીને હું બિલકુલ હેરાન નથી."


    મસ્કનું ટ્વીટ


    મસ્કે જે બાદમાં વધુ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે હજુ પણ બિટકૉઇન, એથેરિયમ અને ડૉઝકૉઈન છે. જેને તે નહીં વેચે. આ સાથે જ તેમણે કહ્યુ, "એક સામાન્ય નિયમ પ્રમાણે હું એવા લોકોને કહેવા માંગું છું કે, જે મારા ટ્વીટમાં કોઈ સલાહ શોધી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે મોંઘવારી વધી છે, ત્યારે ઘર જેવી વાસ્તવિક વસ્તુઓ અથવા સારા ઉત્પાદન વાળી કંપનીઓના શેરની ખરીદી કરવી જોઈએ."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crypto, Cryptocurrency, Digital currency, Elon musk

    આગામી સમાચાર