આ વર્ષે માર્કેટમાં થશે ટેસ્લાની એન્ટ્રી! ભારતમાં સીનિયર પોસ્ટ પર નિમણૂંક શરૂ, જાણો તમામ વિગતો

આ વર્ષે માર્કેટમાં થશે ટેસ્લાની એન્ટ્રી! ભારતમાં સીનિયર પોસ્ટ પર નિમણૂંક શરૂ, જાણો તમામ વિગતો

 • Share this:
  નવી દિલ્લી: એલન મસ્ક (Elon Musk)ની કાર કંપની ટેસ્લા ઈંક (tesala)એ ભારતમાં સિનિયર પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઇલેક્ટ્રિક-કાર નિર્માતા વેચાણના વડા, માર્કેટિંગ હેડ અને એચઆર વડાની શોધમાં છે. ટેસ્લાના સેલિબ્રિટી સીઈઓ એલોન મસ્કએ પુષ્ટિ આપી છે કે, ટેસ્લા આ વર્ષે ભારતમાં પ્રવેશ કરશે.

  મહત્વનું છે કે, મસ્કએ એક અહેવાલના આપેલા વચનના જવાબ મુજબ ટિ્‌વટ કર્યું હતું કે, ઓટોમેકર ભારતમાં ઓફિસ, શોરૂમ અને સંભવત એક ફેક્ટરી ખોલવા માટે ઘણા રાજ્યો સાથે ચર્ચામાં છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, ટેસ્લાએ કર્ણાટકની પસંદગી ભારતમાં તેના પ્રથમ પ્લાન્ટ માટે કરી છે. એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે, ટેસ્લાએ ભારતની રોકાણ પ્રમોશન સંસ્થા ઈન્વેસ્ટ ઇન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ મનુજ ખુરાનાને તેની લોબીંગ અને વ્યવસાયનું નેતૃત્વ કરવા માટે રાખ્યું હતું.  કંપનીએ નિશાંતને ચાર્જિંગ મેનેજર તરીકે નિમણૂક કરી છે, જે ટેસ્લા ભારત માટે સુપરચાર્જિંગ, ડેસ્ટિનેશન ચાર્જિંગ અને હોમ ચાર્જિંગ બિઝનેસમાં લીડ કરશે. ટેસ્લાની ચાહક ક્લબે ગયા અઠવાડિયે ટ્વિટ કર્યું હતું કે, કંપનીએ વરિષ્ઠ કાયદાકીય સલાહકારને સાથે લઈને આવ્યા છે.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈલેક્ટ્રીક વાહન કંપની રાજધાની દિલ્લી પશ્ચિમ મુંબઈ તથા દક્ષિણના શહેરોમાં બેંગ્લોરમાં શોરૂમ અને સર્વિસ સેન્ટર ખોલવા માટે 20,000થી 30,000 સ્ક્વેર ફુટની કોમર્શિયલ પ્રોપટીની તપાસ કરી કહી છે.
  Published by:kuldipsinh barot
  First published:June 04, 2021, 21:23 pm

  ટૉપ ન્યૂઝ