બિલ ગેટ્સને પાછળ છોડી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા એલન મસ્ક

એલન મસ્ક

Elon Musk overtakes Bill Gates : માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ પછાડીને ટેસ્લાનો એલન મસ્ક બન્યો દુનિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ.

  • Share this:
    ટેસ્લાના પ્રમુખ અને બિલિનેયર એલન મસ્ક (Elon Musk) હાલ સતત ચર્ચાનું કારણ બની રહ્યા છે. એલન મસ્ક માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates)ને પછાડીને દુનિયાના બીજા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. 49 વર્ષના એલન મસ્કની નેટવર્થ 7.2 અરબ ડોલરથી વધીને 127.9 અરબ ડૉલર થઇ ગઇ છે. ટેસ્લાના શેરોમાં ભારે ઉછાળ આવવાના કારણે તેમની નેટવર્થમાં આટલો વધારો થયો છે. એલન ગત બે સપ્તાહમાં પાંચમા નંબરથી બીજા નંબર પર જમ્પ માર્યો છે.

    એલન મસ્કે આ વર્ષે પોતાની નેટવર્થ લગભગ 11.03 અરબ ડોલર જોડાયા છે. બ્લૂમબર્ગ ઇડેક્સ મુજબ જાન્યુઆરીમાં પૈસાદારોની રેન્કિંગમાં તે 35માં નંબરે હતા. પણ હવે તે બીજા નંબરે આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિનેયર ઇંડેક્સ મુજબ શનિવારે 183 અરબ ડોલરની સંપત્તિની સાથે જેફ બેઝોસ પહેલા નંબર છે. 128 અરબ ડોલરની સાથે બિલ ગેટ્સ બીજા નંબરે હતા, જ્યાં હવે એલન મસ્ક આવી ગયા છે. 105 અરબ ડોલરની સાથે બર્નાર્ડ અર્નાલ્ડ ચોથા નંબરે અને 102 અરબ ડોલરની સંપત્તિની સાથે માર્ક જુકરબર્ગ પાંચમા નંબર છે.

    વધુ વાંચો : WhatsApp એકાઉન્ટમાં OTPની મદદથી હેકર્સ આ રીતે કરી રહ્યા છેતરપિંડી, બચવા આટલું કરો

    આવું બીજી વાર થયું છે જ્યારે બિલ ગેટ્સ પાછા પડ્યા છે. બિલ ગેટ્સ બહુ લાંબા સમયથી નંબર પર ટકી રહ્યા હતા. પણ હવે તેમની જગ્યા એમેઝોન ફાઉન્ડર જેફ બિઝોસ લીધી અને 2017માં નંબર એક પર આવ્યા પછી બિલ ગેટ્સ બીજા નંબરે ગયા હતા.

    બિલ ગેટ્સની નેટવર્થ વધુ છે પણ ગત વર્ષોમાં તે તેમની મોટાભાગની રકમ દાન કરી રહ્યા છે. વેબસાઇટ મુજબ આ વર્ષે હજી સુધી બેઝોસની સંપત્તિ 67.7 અરબ ડોલર, બિલ ગેટ્સની સંપત્તિ 14.5 અરબ ડોલર અને એલન મસ્કની સંપત્તિ 93.1 અરબ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે હજી સુધી સૌથી વધુ અલન મસ્કની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. S&P 500 Indexમાં સામેલ થયા પછી મસ્કની સંપત્તિ ઉત્તરો ઉત્તર વધી રહી છે.
    Published by:Chaitali Shukla
    First published: