જેફ બેઝોસ (Jeff Bezos), માઇકલ બ્લૂમબર્ગ (Michael Bloomberg) અને એલન મસ્ક (Elon Musk) સહિત વિશ્વના 25 સૌથી અમીર અમેરિકન અબજોપતિઓએ (Americamn Billionaires) 2014 અને 2018ની વચ્ચે લગભગ 4 વર્ષ માટે ક્યારેક ખૂબ ઓછો અને ક્યારેક નહિવત ટેક્સ ભર્યો છે. પ્રોપબ્લિકાના (Pro Publica) ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ ટેક્સ ડેટાના આધારિત એક રિપોર્ટ અનુસાર, દેશના હજારો સૌથી ધનિક લોકોના ટેક્સ રિટર્નના 15 વર્ષના ઇન્ટર્નલ રેવન્યૂ સર્વિસનો એક વિશાળ ડેટા મેળવ્યો છે. આ ડેટા અમેરિકન અબજોપતિઓ જેવા કે માર્ક ઝૂકરબર્ગ, વોરેન બફેટ, બિલ ગેટ્સ, રૂપર્ટ મર્ડોચના નાણાંકીય વ્યવહારો અંગે જાણકારી આપે છે. આ ડેટામાં માત્ર ટેક્સ અને રિટર્ન જ નહીં, પરંતું રોકાણ, સ્ટોક ટ્રેડ્સ, જુગારમાં જીત, ઓડિટના પરિણામોનો પણ સમાવેશ થાય છે. આ ડેટા દર્શાવે છે કે, અમેરિકાના સૌથી ધનિક વ્યક્તિઓએ પોતાની આવકનો એક અંશ જ ટેક્સ ભરવા વાપર્યો છે. જ્યારે તેમની સંપત્તિમાં સતત વધારો થઇ રહ્યો હતો.
રિપોર્ટમાં પ્રો પબ્લિકનું કહેવું છે કે, વર્ષ 2007માં જેફ બેઝોસ કે જેઓ એક અબજોપતિ હતા અને હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે, તેણે ફેડરલ ઇન્કમ ટેક્સમાં એક પણ પૈસો ભર્યો નથી. તેમણે 2011માં ફરી ઉપલબ્ધિ મેળવી હતી. 2018માં ટેસ્લાના સંસ્થાપક એલન મસ્ક વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિએ કોઇ ફેડરલ ટેક્સ નથી ભર્યો. માઇકલ બ્લૂમબર્ગે આ વર્ષે જ આવું કરી છે. તો અબજોપતિ રોકાણકાર કાર્લ ઇકાને આવું બે વખત કર્યું હતું. જ્યારે જ્યોર્જ સોરોસે સતત 3 વર્ષ સુધી કોઇ ફેડરલ ઇન્કમ ટેક્સ નથી ભર્યો.
'ન્યૂયોર્ક ટાઇમ્સ' અનુસાર, તેમણે ટેક્સ નથી ભર્યો તેનો સરળ જવાબ છે, સિસ્ટમની અંદર રહેલી ખામીઓ. અમીરો પાસે જે મોટા ભાગની સંપત્તિ છે, જેવી કે પોતે ચલાવતી કંપનીના શેર, વેકેશન હોમ, યોટ કે અન્ય રોકાણને ત્યાં સુધી કરપાત્ર આવક નથી ગણવામાં આવતી જ્યાં સુધી તે સંપત્તિઓને વેચીને તેમાંથી થતી આવકમાં લાભ ન થાય. છતાં પણ ટેક્સ કોડમાં ખામીઓ છે જે કરપાત્ર રકમને સીમિત કરી શકે છે કે હટાવી શકે છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે મંગળવારે અમેરિકન પ્રશાસનના અધિકારીઓના હવાલે કહ્યું કે, ફેડરલ ઓથોરિટી આ ખાનગી ટેક્સ માહિતીના પ્રકાશન અંગે તપાસ કરી રહી છે. જે એક અપરાધ હોઇ શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ એક નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ વ્યક્તિ દ્વારા ગોપનીય જાણકારીનો ખુલાસો કરવો ગેરકાયદેસર છે. અમે તેને ખૂબ ગંભીરતાથી લેશું.
" isDesktop="true" id="1103783" >
જોકે આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. આ એક ગંભીર મામલો છે અને કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વના અમુક અમીર લોકોને તેમાં નિષ્પક્ષ અને ન્યાય ન મળ્યો અને અમેરિકા અને વિશ્વના અન્ય દેશોની કર પ્રણાલીમાં અસમાનતા જેમાં અમીરોની આવક પર ટેક્સ લગાવવામાં આવે છે ન કે તેની સંપત્તિ પર.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર