એક જ દિવસમાં 2,71,50,00,000,000 રૂપિયા વધી Elon Muskની સંપત્તિ, Teslaનો કમાલ

ટેસ્લા (Tesla)ના સીઈઓ એલન મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 36.2 અબજ ડોલર (2.71 લાખ કરોડ રૂપિયા)વધી ગઈ છે.

અવારનવાર ચર્ચામાં રહેતા એલન મસ્ક (Elon Musk) વધારે માલામાલ થઈ ગયા છે. ટેસ્લા (Tesla)ના સીઈઓ એલન મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 36.2 અબજ ડોલર (2.71 લાખ કરોડ રૂપિયા)વધી ગઈ છે.

  • Share this:
    અવારનવાર ચર્ચામાં રહેતા એલન મસ્ક (Elon Musk) વધારે માલામાલ થઈ ગયા છે. ટેસ્લા (Tesla)ના સીઈઓ એલન મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 36.2 અબજ ડોલર (2.71 લાખ કરોડ રૂપિયા)વધી ગઈ છે. મસ્કની સંપત્તિમાં આ તીવ્ર ઉછાળો હર્ટઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ (Hertz Global Holdings) તરફથી 100,000 ટેસ્લાનો ઓર્ડર અપાયા બાદ આવ્યો છે. આ મોટા ઓર્ડર બાદ ટેસ્લાના શેરોમાં 14.9 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 1,045.02 ડોલરના લેવલ સુધી પહોંચી ગયા છે. રોઈટર્સ કેલ્ક્યુલેશન મુજબ, ટેસ્લા દુનિયાની સૌથી વેલ્યુએબલ ઓટોમેકર બની ગઈ છે.

    ટેસ્લામાં મસ્કની ભાગીદારીની વેલ્યુ 289 અબજ ડોલર
    Refinitv મુજબ, ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થયેલા ટેસ્લામાં એલન મસ્કની ભાગીદારી 23 ટકા છે. એલન મસ્કની ભાગીદારીની વેલ્યુ હાલ આશરે 289 અબજ ડોલર છે. ટેસ્લા સિવાય એલન મસ્ક રોકેટ બનાવનારી કંપની સ્પેસ એક્સ (SpaceX)ના મોટા શેરહોલ્ડર અને સીઈઓ છે. સીએનબીસી (CNBC)ની એક રિપોર્ટ મુજબ, ઓક્ટોબર સેકન્ડરી શેર સેલમાં SpaceXની નેટવર્થ  (SpaceX net worth) 100 બિલિયન ડોલર હતી.

    આ પણ વાંચો: JioPhone Next: હપ્તામાં કેટલી કિંમતમાં પડશે જિયોફોન નેક્સ્ટ? કયા કયા ફાયદા મળશે

    સંપત્તિમાં એક જ દિવસમાં મોટો ઉછાળો
    એલન મસ્કની કુલ નેટવર્થ (Elon Musk net worth) હવે 288.6 અબજ ડોલર થઈ ગઈ છે, જે Exxon Mobil કે Nikeની માર્કેટ વેલ્યુથી ઘણી વધારે છે. બ્લૂમબર્ગ બિલેનીયર્સ ઇન્ડેક્સના ઇતિહાસમાં આ એક દિવસમાં સંપત્તિમાં સૌથી મોટો ઉછાળો છે. ગયા વર્ષે ચાઈનીઝ ટાઈકૂન ઝાંગ શાનશાનની સંપત્તિ એક દિવસમાં 32 અબજ ડોલર વધી ગઈ હતી. હવે મસ્કે તેમને પાછળ છોડી દીધા છે. વર્ષ 2021માં એલન મસ્કની સંપત્તિ 119 અબજ ડોલર વધી છે.

    આ પણ વાંચો: શાઓમીએ ગ્રાહકો માટે શરૂ કરી ‘દિવાલી વિથ MI’ ઑફર, ઓફલાઇન ખરીદી કરવા પર મળશે શાનદાર ડિસ્કાઉન્ટ

    ટ્રિલિયન ડોલર ક્લબમાં પહેલી કાર કંપની
    ટ્રિલિયન-ડોલર માર્કેટ કેપ વાળી કંપનીઓના એલિટ ક્લબમાં સ્સામેલ થનારી ટેસ્લા પહેલી કાર કંપની છે. આ એલિટ ક્લબમાં એપલ (Apple), એમેઝોન (Amazon), માઈક્રોસોફ્ટ (Microsoft) અને આલ્ફાબેટ(Alphabet) સામેલ છે. માર્કેટ કેપના મામલામાં ટેસ્લા હાલ ફેસબુક (facebook)થી આગળ નીકળી ગઈ છે. ફેસબુકની માર્કેટ કેપ 926 અબજ ડોલરની નજીક છે.
    Published by:Nirali Dave
    First published: