'આટલી કિંમતમાં તો શ્રીલંકાને ખરીદીને સિલોન મસ્ક બની જશો,' ટ્વિટરને ખરીદવાની ઑફર પર લોકોએ કરી રમૂજ
'આટલી કિંમતમાં તો શ્રીલંકાને ખરીદીને સિલોન મસ્ક બની જશો,' ટ્વિટરને ખરીદવાની ઑફર પર લોકોએ કરી રમૂજ
એલન મસ્ક
Elon Musk Offer: સ્નેપડીલના સીઈઓ કૃણાલ બહલે (Kunal Bah) એક તસવીર ટ્વિટર પર શેર કરી છે. તસવીરમાં તેઓ મસ્ક તરફથી ટ્વિટરને ખરીદવા માટે આપેલી 43 અબજ ડૉલરના પ્રસ્તાવ અને શ્રીલંકાના દેવાની સરખામણી કરી રહ્યા છે.
નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનવાન લોકોમાના એક એવા એલન મસ્ક (Elon Musk) ફરી એકવાર ચર્ચામાં છે. આ માટે તેઓ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter)ને ખરીદવા માટે કરેલી ઑફરને લઈને ચર્ચામાં છે. તેમણે ટ્વિટરને ખરીદવા માટે 43 અબજ ડૉલરની ઑફર (Elon Musk offer to buy Twitter) કરી છે. જોકે, આ ઑફરને લઈને ટ્વિટર પર અનેક જોક વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક જોક શ્રીલંકા (Sri Lanka debt)ને લઈને છે. જેમાં ટ્વિટરને આપેલી ઑફરની સરખામણી શ્રીલંકા સાથે કરવામાં આવી છે.
હકીકતમાં શ્રીલંકા પર હાલ 45 અબજ ડૉલરથી વધારે દેવું છે. સરકાર આ દેવું ચૂકવવા માટે અસમર્થ લાગી રહી છે. આથી લોકો ટ્વિટર પર એલન મસ્કને સલાહ આપી રહ્યા છે કે ટ્વિટરને બદલે તે શ્રીલંકાનું દેવું ચૂકવીને આખા દેશને જ ખરીદી લે.
આટલામાં તો સિલોન મસ્ક બની જશો!
સ્નેપડીલના સીઈઓ કૃણાલ બહલે એક તસવીર ટ્વિટર પર શેર કરી છે. તસવીરમાં તેઓ મસ્ક તરફથી ટ્વિટરને ખરીદવા માટે આપેલી 43 અબજ ડૉલરના પ્રસ્તાવ અને શ્રીલંકાના દેવાની સરખામણી કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે આટલી કિંમતમાં મસ્ક શ્રીલંકાને ખરીદીને પોતાને સિલોન મસ્ક કહી શકે છે. ઉલ્લેખનીય છે કે આઝાદી પહેલા શ્રીલંકાનું નામ સિલોન હતું.
જોકે, અનેક લોકો આનાથી નારાજ પણ છે. લોકો માની રહ્યા છે કે કોઈ વ્યક્તિ આખો દેશ ખરીદી શકે તેનો મતલબ એવો થાય છે કે લોકો વચ્ચે કેટલું આર્થિક અંતર છે. આ એક મોટી સમસ્યા છે.
Elon Musk's Twitter bid - $43 billion
Sri Lanka's debt - $45 billion
He can buy it and call himself Ceylon Musk 😀
ટેસ્લા કંપનીના સ્થાપક અને સીઈઓ એલન મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 43 અબજ ડૉલર રૂપિયાની ઑફર આપી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે મસ્ક પાસે આટલી રકમ કેશમાં નથી. તેનો મતલબ એવો થાય કે તેઓ આ પૈસા કોઈ અન્ય પાસેથી લોન તરીકે લેશે અથવા ટેસ્લામાં પોતાની મોટી ભાગીદારી વેચશે.
Elon Musk is bidding to buy Twitter with $43 billion. Country of Sri Lanka is facing debt of $45 billion to survive. There is something fundamentally wrong with the world.
મસ્ક ટ્વીટરને ખરીદવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. જોકે, ટ્વીટરના એક મોટા શેરધારકો આ ઑફરને ઠુકરાવી દીધી છે. મસ્ક પાસે હાલમાં ટ્વિટર પર નવ ટકાથી વધુ ભાગીદારી છે. જોકે, તેઓ કંપનીના સૌથી મોટા શેરધારક નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર